રોહિત શર્માને ખરાબ શોટ રમવાનો જરાય અફસોસ નહીં, જાણો શું આપ્યો જવાબ ? આઉટ કરનારા બોલરનાં વખાણ કરીને શું કહ્યું ?
રોહિતે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દરેક ખેલાડીનું પોતાનું પ્લાનિંગ હોય છે અને એ પ્રમાણે હું એ શોટ રમ્યો. મને આ શોટ રમવાનો કોઈ અફસોસ નથી કેમ કે હું હંમેશા બોલરો પર દબાણ લાવવા માંગુ છું.
Continues below advertisement

(તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)
બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં રોહિત શર્માએ રમેલા શોટની ભારે ટીકા થઈ રહી છે પણ રોહિતને આ શોટ અંગે કોઈ અફસોસ નથી. રોહિતે આ શોટ અંગે કહ્યું કે, મને આવો શોટ રમવાનો કોઇ અફસોસ નથી.
રોહિતે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દરેક ખેલાડીનું પોતાનું પ્લાનિંગ હોય છે અને એ પ્રમાણે હું એ શોટ રમ્યો. મને આ શોટ રમવાનો કોઈ અફસોસ નથી કેમ કે હું હંમેશા બોલરો પર દબાણ લાવવા માંગુ છું. નાથન લિયોન સ્માર્ટ બોલર છે અને તેણે એવી રીતે બોલ ફેંક્યો કે મારા માટે બોલને ઉપરથી ફટકારવો મુશ્કેલ હતો.
રોહિતના આ શોટની કોમેન્ટેટર્સે આકરી ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેના માથે માછલાં ધોવાયાં છે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરોએ આ પ્રકારનો શોટ રમવા અંગે રોહિતને બરાબરનો ખખડાવ્યો હતો. રોહિત સારી શરૂઆત કર્યા પછી મોટો સ્કોર બનાવી શક્યો હોત અને તેના કારણે ભારતનો સ્કોર મોટો થયો હોત એવી ટીકા થઈ રહી છે.
રોહિતે કહ્યું કે, એવું નથી કે આ શોટ ગમે તે રીતે રમી નાંખ્યો. આ પ્રકારનો શોટ હું પહેલાં સારી રમી ચૂક્યો છું. આઉટ થવાય ત્યારે ખરાબ લાગે છે, પરંતુ હું વધારે વિચારતો નથી કેમ કે હું ક્રીઝ પર પહોંચું ત્યારે કઈ રીતે રમવું એ જ વિચારતો હોઉં છું. રોહિતે એમ પણ કહ્યું કે, મારી પાસે વિવેચકો વિશે વિચારવાનો પણ બહુ સમય નથી. રોહિતે કહ્યું, ટીમે મારા પર બહુ ભરોસો મૂક્યો છે. મારે ટીમ ઇચ્છે તે કરવાનું છે તેથી તેના વિશે તમે ચિંતા કરશો નહીં, ભલે લોકો કંઈ પણ વિ વાત કરતા રહે, હું ટીમમાં મારો રોસ ભજવીશ.
IND v AUS: કરિયરની પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીએ સિક્સ મારીને ખાતું ખોલાવતાં ઓસ્ટ્રેલિયનો ચોંકી ગયા
પિતાને અગ્નિદાહ આપતાં પહેલાં હાર્દિક-કૃણાલ પંડ્યા ધ્રુસકે ધ્રુસકે રડ્યા, જુઓ તસવીરો
Continues below advertisement