હિમાંશુભાઈએ થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કિરણ મોરેએ બંને ભાઈઓને ક્રિકેટર બનાવવામાં આપેલા યોગદાનને પણ યાદ કર્યું હતું. હિમાંશુભાઇ પરિવાર સાથે સુરતમાં રહેતા હતા ત્યારે કૃણાલ-હાર્દિકને ઘરમાં રમાડતા. હિમાંશુભાઈ બંને ભાઈ સામે ઘરની અંદર બોલિંગ કરતા. બંને ભાઈ મોટા શોટ રમતા હતા. તેમની બેટિંગ જોઈને હિમાંશુભાઈ તેમને સુરતની રાંદેર જીમખાનામાં પ્રેક્ટિસ કરવા લઇ ગયા હતા. ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરે મેનેજર તેમને મેચ દરમિયાન બેટિંગ કરના જોયા હતા. મોરેના મેનેજરે મોરેને વાત કરતાં તેમણે પંડ્યા પરિવારને વડોદરા આવવાનું કહ્યું. હિમાંશુભાઈ કૃણાલને 15 દિવસ પછી વડોદરા લઈ ગયા અને તેની પ્રેક્ટિસ શરૂ થઈ.
હિમાંશુ પંડ્યા કૃણાલને વડોદરામાં મેચ રમવા લઇ જતા ત્યારે દરરોજ 50 કિ.મી. બાઇક ચલાવતા હતા અને ગ્રાઉન્ડ પર દીકરાને મૂકીને બેસી રહેતા.
(ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)