એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ટી લંચ બાદની રમત શરૂ થઈ ગઈ છે. ટી લંચ બાદ ઉમેશ યાદવે ભારત માટે જોખમી સાબિત થઈ રહેલા લાબુશાનેને 47 રને એલબીડબલ્યુ આઉટ કરાવી મોટી સફળતા અપાવી હતી. યાદવે આ જ ઓવરના છેલ્લા બોલ પર પેટ કમિન્સને સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હાલ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 121 રન છે.

ટી બ્રેક સુધીમાં અશ્વિનનો તરખાટ

લંચ બાદ અશ્વિને ભારતને મોટી સફળતા અપાવી હતી. સ્ટીવ સ્મિથ 1 રન બનાવી આઉટ થયો હતો.  હેડ પણ 7 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થતાં ભારતને ચોથી સફળતા મળી હતી. જે બાદ ગ્રીન પણ 11 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. હાલ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 103 રન પર 5 વિકેટ છે. લાબુશાને 47 અને ટીમ પેની 18 રને રમતમાં છે.

ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં 2 વિકેટ ગુમાવી બનાવ્યા 35 રન

ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં ભારતના પ્રથમ ઈનિગંનૈ 244 રનના જવાબમાં 35 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે. બુમરાહે વેડને 9 રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.  જે બાદ બર્ન્સ પણ 8 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. હાલ લાબુશાને 16 અને સ્મિથ 1 રને રમતમાં છે.



બીજા દિવસે 25 બોલમાં સમેટાઇ ભારતની ઈનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમતમાં ભારતે માત્ર 4.1 ઓવરમાં જ અંતિમ 4 વિકેટ ગુમાવતાં 244 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દિવસે પ્રથમ ઓવરમાં જ અશ્વિન અને તે પછીની ઓવરમાં સાહા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 4 અને કમિન્ટે 3 વિકેટ લીધી હતી.

બીજા દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્રીએ ફાસ્ટ બોલર્સ સાથે વાત કરી હતી. શાસ્ત્રીએ બુમરાહ, શમી, ઉમેશ યાદવને બેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.



પ્રથમ દિવસઃ ભારત 233/6

ડે નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૃથ્વી શોએ 0, મયંક અગ્રવાલે 17, પુજારાએ 43, કોહલીએ 74, રહાણેએ 42 અને હનુમા વિહારીએ 16 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કને 2, હેઝલવુડ, પેટ કમિંસ, નાથન લાયનને 1-1 વિકેટ મળી હતી.



ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ