ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.  પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન બનાવી આઉટ થયો હતો.  સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો.  લાબુશાનેએ 73 રન બનાવ્યા હતા.  ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.

ઈનિંગની 86મી ઓવર પૂરી થયા બાદ સિરાજ બાઉન્ડ્રી પર ગયો ત્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ગાળો આપી હતી. આ અંગે તેણે કેપ્ટનને રહાણેને વાત કરી હતી. જે બાદ રેફરીને વાત કરવામાં આવી હતી અને બંને એમ્પાયરોએ સિરાજે બતાવેલી જગ્યા પર ગયા હતા. પોલીસે પણ ત્યાં તપાસ કરી હતી અને આ માટે આશે 10 મિનિટ સુધી મેચ સ્થગિત થઈ હતી.



સિરાજની ઓવરમાં ગ્રીને ઉપરા છાપરી બે છગ્ગા ઠોક્યા પછી ઓવર પૂરી કરીને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે ગયો ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.  સિરાજની ફરિયાદ બાદ 6 દર્શકોને મેદાન બહાર કરી દેવામાં આવ્યા હતા.  સુરક્ષાકર્મીઓ દ્વારા સિરાજે બતાવેલી જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ આ પગલું લીધું હતું.