નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ - આઇસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC Spirit of Cricket Award of the Decade આપ્યો છે. ધોનીએ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા એટલે કે કાલે રવિવારે આઇસીસીએ ધોનીને આ દાયકાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો.




10 વર્ષ પહેલા બની હતી આ ઘટના....
વર્ષ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયોન મોર્ગને જ્યારે લેગ સાઇડ પર શૉટ રમ્યો તે મોર્ગન અને બીજા છેડા પરના બેટ્સમેન રહેલા ઇયાન બેલને લાગ્યુ કે દડો બાઉન્ડ્રી બહાર નીકળી ગઇ છે. એટલુ જ નહીં ફિલ્ડિંગ કરનારા ઇશાંત શર્માને પણ લાગ્યુ કે બૉલ બાઉન્ડ્રી રૉપને અડી ગયો છે. આ પછી આ પછી જ્યારે ઇશાંતે બૉલ ધોનીને આપ્યો, તો ધોનીએ ગિલ્લીઓ ઉડાવી દીધી અને આઉટની અપીલ કરી હતી.

આ પછી જ્યારે ત્રીજા એમ્પાયરે ટીવી રિપ્લે જોઇ તો ખબર પડી કે બૉલ બાઉન્ડ્રી રૉપને નથી અડી, આ પછી એમ્પાયરે બેનને આઉટ જાહેર કરી દીધો. પરંતુ ધોનીએ ખેલ ભાવના બતાવતા બેલને પાછો બોલાવી લીધો અને ફરીથી રમવાનો મોકો આપ્યો હતો. બેલ તે સમયે 137 રન પર બેટિંગ કરી રહ્યો હતો.



ઉલ્લેખનીય છે કે કાલ એટલે કે રવિવારે આઇસીસીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આ દાયકાની પોતાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.