નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી વનડે સિરીઝ રમાવા જઈ રહી છે. ત્યારે આ સિરીઝમાં દર્શકોને મેદાન પર જવાની મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં ભારત વિરુદ્ધ સિરીઝ માટે ટિકિટની કિંમત પણ ગત સીઝનની જેમ જ 30 ડૉલરથી શરુ થશે. ઓસ્ટ્રેલિયાએ ટિકિટની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ અલગ પ્રદેશોમાં સરકારોના નિયમો પ્રમાણે મેદાન પર દર્શકોની સંખ્યા અલગ હશે.


કોવિડ સેફ્ટી નિયમ અનુસાર સિડની અને કેનબરામાં 50 ટકા દર્શકોને જ મેચ જોવા માટે મંજૂરી મળી શકે છે. સિરીઝની ટી20 અને વનડે મેચ આ બે શહેરોમાં જ રમાશે. મેલબર્નમાં જ 25 હજાર દર્શકો બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ જોઈ શકે છે. સ્થાનીય સરકારે માત્ર 25 ટકા લોકોને જ મેચ જોવા માટે મંજૂરી આપી છે. જ્યારે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગબ્બા મેદાન પર 75 ટકા દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. તેના બાદ ત્રણ ટી20 મેચ રમાશે. 18 ઓક્ટોબરથી એડિલેડમાં બન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થશે.