સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં શરૂ થશે. હાલ ચાર મેચની સિરીઝ 1-1થી બરાબરી પર છે.  ભારતે ત્રીજી ટેસ્ટને લઈ ટીમ જાહેર કરી છે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મયંક અગ્રવાલના સ્થાને રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવદીપ સૈની ભારત તરફથી ડેબ્યૂ કરશે. બીજી ટેસ્ટમાં ગિલ અને સિરાજે ડેબ્યૂ કર્યુ હતું.


કેવું રહેશે વાતાવરણ

પ્રથમ દિવસે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયશ રહેશે. સવારે અને બપોરે તડકો નીકળવાનો અંદાજ છે. સાંજ થતાં થતાં વાદળ છવાઈ જવાની શક્યતા છે. પરંતુ વરસાદ પડવાની આશંકા નહીંવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચેય દિવસ આવું જ વાતાવરણ રહી શકે છે.

ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ

શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની



કેટલા વાગે શરૂ થશે મેચ

ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે 5 વાગ્યાથી મેચ શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ નું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.