Virat Kohli New Villa: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 23 ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં આવાસ લિવિંગમાં 2000 સ્ક્વેર ફૂટ વિલા ખરીદ્યો હતો. મુંબઇના અલીબાગ વિસ્તારમાં આ લક્ઝરી વિલાની કિંમત 6 કરોડ રૂપિયા છે. અલીબાગ વિસ્તારમાં ભૂતપૂર્વ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આ બીજી સંપત્તિ છે. અગાઉ તેણે મુંબઈના વર્લી વિસ્તારમાં પત્ની અનુષ્કા શર્મા સાથે ઓંકાર ટાવરમાં એક ઘર ખરીદ્યું છે. અલીબાગ વિસ્તારમાં સ્થિત વિરાટનો આ વિલા પણ ખૂબ વૈભવી છે.


એડવોકેટ મહેશ મ્હાત્રેના જણાવ્યા મુજબ, આવાસ કુદરતી સૌંદર્યને કારણે એક પ્રિય સ્થળ છે. માંડવા જેટીથી આવાસ 5 મિનિટ દૂર છે. સ્પીડ બોટે હવે મુંબઇથી અંતર ઘટાડીને 15 મિનિટ કરી છે. AVAS લિવિંગ અલીબાગ એલએલપીના કાનૂની સલાહકાર તરીકે કામ કરનારા મહેશ મ્હાત્રેના જણાવ્યા અનુસાર, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે, જેના કારણે તેનો ભાઈ વિકાસ કોહલી સબ રજિસ્ટ્રારની ઓફિસમાં પહોંચ્યો હતો અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કોહલીએ 36 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. આ સોદામાં વિરાટને 400 ચોરસ ફૂટનો સ્વિમિંગ પૂલ પણ મળશે.


અલીબાગમાં વિરાટની બીજી સંપત્તિ


અલીબાગ વિસ્તારમાં ભૂતપૂર્વ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ખરીદેલી આ બીજી મિલકત છે. 1 સપ્ટેમ્બર 2022 ના રોજ, વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ જિરાડ વિલેજમાં 36,059 ચોરસ ફૂટમાં ફેલાયેલ એક ફાર્મહાઉસ રૂ. 19.24 કરોડમાં ખરીદ્યો હતો. તે સમિરા લેન્ડ એસેટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને સોનાલી રાજપૂત પાસેથી ખરીદવામાં આવી હતી. તે પછી પણ વિરાટ કોહલીનો ભાઈ વિકાસ કોહલી તેમના વતી એક અધિકૃત સહી કરનાર બન્યો. તેણે રૂ. 1.15 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.


ENG-W vs SA-W: આજે ઇંગ્લેન્ડ-આફ્રિકા વચ્ચે 'કરો યા મરો' મેચ, કોણે-કોણે મળ્યું છે ટીમમાં સ્થાન, જાણો ફૂલ સ્ક્વૉડ


England Women vs South Africa Women: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે. આજે એકબાજુ ઇંગ્લિશ ટીમ હશે, તો બીજીબાજુ સાઉથ આફ્રિકન મહિલા ટીમ હશે. બન્ને ટીમોની વાત કરીએ તો આંકડાની રીતે ઇંગ્લેન્ડની મહિલા ટીમ ટી20માં સાઉથા આફ્રિકા સામે ભારે પડતી દેખાઇ રહી છે, પરંતુ આ વખતે સાઉથ આફ્રિકાને હૉમ ગ્રાઉન્ડનો ફાયદો મળી રહ્યો છે, અને સેમિ ફાઇનલ સુધી પહોંચી શકી છે. જાણો આજે કેવી છે બન્નેની ફૂલ સ્ક્વૉડ...  


ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા બન્નેની ફૂલ સ્ક્વૉડ - 


ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હીથર નાઇટ (કેપ્ટન), લૉરેન બેલ, મેઆ બાઉશિર, કેથરીન સિવર-બ્રન્ટ, એલિસ કૈપ્સી, કેટ ક્રૉસ, ફ્રેયા ડેવિસ, ચાર્લી ડીન, સોફિયા ડન્કલે, સૉફી એક્લસ્ટૉન, સારા ગ્લેન, એમી જૉન્સ, નેટ સિવર-બ્રન્ટ, લૉરેન વિનફિલ્ડ, ડેબ યાટ.


સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
સુને લુઝ (કેપ્ટન), ચ્લૉએ ટ્રાયૉન, એનકે બૉશ, તાજમિન બ્રિટ્સ, નાડિને ડિ ક્લર્ક, એનરી ડર્કસન, લારા ગુડાલ, શબનીમ ઇસ્માઇલ, સિનાલો જાફ્ટા, મેરિજાને કાપ, આયાબોન્ગા ખાકા, મસાબાટા ક્લાસ, નૉનકુલુલેકો મ્લાબા, ડેલ્મી ટકર, લૌરા વૉલ્માર્ટ.