નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020ની હરાજી પહેલા ત્રણ વખત ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના કેટલાક સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી છૂટા કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં કેદાર જાધવ, અંબાતી રાયુડુ અને મુરલી વિજય સહિત કેટલાક અન્ય ખેલાડીઓ છે.


માય ખેલના રિપોર્ટ પ્રમાણે ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ સીઝન 2018ના સ્ટાર ખેલાડી અંબાતી રાયુડુ અને બોલર કેદાર જાઘવને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. સાથે મુરલી વિજયને પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. મુરલી વિજયને આઈપીએલ સીઝન 2019માં ટીમમાં શેન વોટ્સન અને ફાફ ડુપ્લેસિસની ઉપસ્થિતિના કારણે ઓપનિંગમાં બેટિંગ કરવાની તક મળી નહોતી. રિપોર્ટ અનુસાર અંબાતી રાયુડુ અને કેદાર જાધવને હરાજીમાં પરત રાખવામાં આવી રહ્યાં છે. જેથી તેમને સસ્તામાં પાછા લઈ શકાય.

આઈપીએલની ઓફ સીઝન ટ્રેડ વિન્ડો 14 નવેમ્બર સુધી ખુલી રહેશે અને તમામ ફ્રેન્ચાઈજિયોએ રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓનું ફાઈનલ નામ આ તારીખ સુધી આપવાનું છે. સીએસકે આ ત્રણ ખેલાડીઓ સિવાય સ્પિનર કરવન શર્મા અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને પણ રિલીઝ કરવાની તૈયારી કરી લીધી છે.

કરન શર્માએ સીએસકેએ 2018માં પાંચ કરોડમાં ખરીદ્યો હતો જ્યારે શાર્દુલ ઠાકુરને બે કરોડમાં ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની છે. ગત સીઝનમાં ફાઈનલ સુધી પહોંચી હતી. જેમાં મુંબઈએ તેમને હરાવ્યા હતા.