IND vs ENG 1st ODI : ઈંગ્લેન્ડ સામે પ્રથમ વનડેમાં ભારતની 66 રને શાનદાર જીત, પ્રસિદ્વ કૃષ્ણની 4 વિકેટ
ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 317 રનના ટાર્ગેટનો પીછો કરતા 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 317 રનના ટાર્ગેટનો પીછો કરતા 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ વનડે મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ઈન્ડિયા હવે જીતથી માત્ર એક વિકેટ દૂર છે. ઈંગ્લેન્ડે 243 રન પર 9 વિકેટ ગુમાવી છે.
ઇંગ્લેન્ડે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે 318 રનનો પીછો કરતાં 38 ઓવરમાં 7 વિકેટે 239 રન કર્યા છે.
ઇંગ્લેન્ડે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે 318 રનનો પીછો કરતાં 36 ઓવરમાં 6 વિકેટે 231 રન કર્યા છે. મોઈન અલી 25 રને અને સેમ કરણ ન10 રને રમતમાં છે.
ઇંગ્લેન્ડે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે 318 રનનો પીછો કરતાં 27 ઓવરમાં 5 વિકેટે 185 રન કર્યા છે.
ટીમ ઈન્ડિયાને ખૂબ જ મોટી સફળતા મળી છે. બેયરસ્ટો 94 રન બનાવી આઉટ થયો છે. તે સદી ચૂકી ગયો. શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી છે.
ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 145 રન બનાવી લીધા છે. બેયરસ્ટો 86 રને અને મોર્ગન 2 રને રમતમાં છે.
પ્રસિદ્ધ કૃષ્ણાએ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી હતી. સ્ટોક્સ એક રન બનાવી આઉટ થયો હતો. બેયરસ્ટો 83 રને રમતમાં છે.
જેસન રોયે આક્રમક બેટિંગ કરતાં 35 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન કર્યા હતા.
IND vs ENG, 1st ODI LIVE: જેસન રોય અને બેયરસ્ટોએ ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી છે. 7.3 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 55 રન છે. બેયરસ્ટો 32 અને જેસન રોય 15 રને રમતમાં છે. આ જોડી ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી શકે છે.
ભારતે ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે 318 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 317 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી શિખર ધવને 98, લોકેશ રાહુલે 62, કૃણાલ પંડ્યાએ નોટઆઉટ 58 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ 56 રન બનાવ્યા હતા.
કૃણાલ પંડ્યાએ શાનદાર ડેબ્યૂ ફિફ્ટી ફટકારી છે. સાતમા નંબરે બેટિંગમાં આવેલા કૃણાલ પંડ્યા તોફાની ઇનિંગ રમતા 26 બૉલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કૃણાલે 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે આ ફિફ્ટી પુરી કરી હતી.
48 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 5 વિકેટના નુકશાને 292 રન પર પહોંચ્યો છે. કેએલ રાહુલ 48 રન અને કૃણાલ પંડ્યા 49 રન બનાવીને ક્રિઝ પર છે.
43 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 5 વિકેટના નુકશાને 225 રન થયો છે. કેએલ રાહુલ 15 રન અને કૃણાલ પંડ્યા 18 રન બનાવીને ક્રિઝ પર છે. કૃણાલ પંડ્યાએ ડેબ્યૂ મેચમાં તોફાની બેટિંગનો પરચો બતાવ્યો છે. કૃણાલે ઉપરાછાપરી ચોગ્ગા ફટકારીને ઝડપી રન બનાવવાનુ શરૂ કરી દીધુ છે. પંડ્યાએ 4 ચોગ્ગા ફટકાર્યા છે.
શિખર ધવને શાનદાર બેટિંગ કરતાં 106 બૉલમાં 98 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, સદી ચૂકી જતાં બીસીસીઆઇ નિરાશ થયુ હતુ. તેને ધવન માટે ખાસ ટ્વીટ કર્યુ છે.
40 ઓવર બાદ શાનદાર બેટિંગના સહારે ભારતીય ટીમે 200 રનોનો આંકડો પાર કરી લીધો છે. ટીમ ઇન્ડિયા 40 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 205 રને પહોંચી છે. કેએલ રાહુલ 13 રન અને હાર્દિક પંડ્યા 1 રને ક્રિઝ પર છે.
શિખર ધવન ફરી એકવાર સદી ચૂક્યો છે. શાનદાર બેટિંગ કરી રહેલા ધવને બેન સ્ટૉક્સે મોર્ગનના હાથે 98 રનના અંગત સ્કૉર પર કેચઆઉટ કરાવી દીધો હતો. ધવને આ ઇનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અત્યારે કેએલ રાહુલ 6 રને અને હાર્દિક પંડ્યા 0 રને ક્રિઝ પર છે.
ભારતની બીજી વિકેટ કોહલીના રૂપમાં પડી. વિરાટ કોહલી 56 રન બનાવીને આઉટ. ઇંગ્લેન્ડનો ઘાતક બૉલર ગણાતા માર્ક વૂડે વિરાટને મોઇન અલીના હાથમાં ઝીલાવી દીધો
ભારતને મોટો ઝટકો લાગ્યો છે, પોતાની હાફ ચેન્ચૂરી ફટકાર્યા બાદ કેપ્ટન કોહલી માર્ક વૂડના બૉલ પર આઉટ થઇ ગયો. 56 રનના અંગત સ્કૉર પર વિરાટ કોહલીએ માર્ક વૂડના બૉલ પર બાઉન્ડ્રી લાઇન પર મોઇન અલીને કેચ આપી દીધો હતો. કોહલીએ ઇનિંગ દરમિયાન 6 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 32 ઓવર બાદ 2 વિકેટના નુકશાને 169 રન પર પહોંચ્યો છે. શિખર ધવન 83 રન અને શ્રેયસ અય્યર 1 રને ક્રિઝ પર
વિરાટ કોહલીએ વનડે કેરિયરનુ 61મી અડધીસદી પુરી કરી છે. વિરાટ કોહલીએ 50 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પુરી કરી. ઇન્ડિયાનો સ્કૉર 150 રનને પાર થઇ ગયો છે. 29.2 ઓવરમાં ઇન્ડિયાએ 1 વિકેટ ગુમાવીને 152 રન બનાવી લીધા છે. ધવન 72 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતીય ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ચૂક્યો છે. 25 ઓવર બાદ ભારતનો સ્કૉર 1 વિકેટ ગુમાવીને 117 રન પર પહોંચ્યો હતો. આ સમયે શિખર ધવને 55 રન અને વિરાટ કોહલીએ 32 રન બનાવ્યા હતા.
શિખર ધવને ફરી એકવાર પોતાની ઓપનિંગ બેટિંગની તાકાત બતાવી છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ડે-નાઇટ વનડેમાં જ શાનદાર ફિફ્ટી ફટકારી દીધી છે. શિખર ધવને 70 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન બનાવ્યા છે.
ભારતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. જેના કારણે ફરી એકવાર મેદાન પરથી દર્શકોને દુર રાખવામાં આવી રહ્યાં છે. વધી રહેલા કોરોના સંક્રમણને લઇને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં કોઇપણ દર્શકને એન્ટ્રીની પરમીશન નથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણે ડે-નાઇટ વનડે મેચોની સીરીઝ પુણે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, સીરીઝની તમામ મેચો દર્શકો વિના ખાલી સ્ટેડિમમાં રમાડવામાં આવી રહી છે. આ પહેલા ટી20 સીરીઝમાં પ્રથમ મેચને બાદ કરતા બાકીને તમામ ચારેય ટી20 મેચો અમદાવાદમાં ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી.
- પ્રથમ વનડે, 23 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
- બીજી વનડે, 26 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
- ત્રીજી વનડે, 28 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
21 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 89 રન પર પહોંચી ચૂક્યો છે. શિખર ધવન 44 રન અને વિરાટ કોહલી 15 રન કરીને ક્રિઝ પર ટકેલા છે.
ટીમ ઇન્ડિયાની ઇનિંગની 17 ઓવર પુરી થઇ ચૂકી છે. 17 ઓવર બાદ ભારતનો સ્કૉર એક વિકેટના નુકશાન પર 75 રન છે. વિરાટ કોહલી અને શિખર ધવન ક્રિઝ પર છે. સામે આદિલ રશીદને બૉલિંગ કરવા માટે લાવવામાં આવ્યો છે.
16 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 71 રન છે. ઓપનર શિખર ધવન 39 રન અને કેપ્ટન કોહલી 2 રને ક્રિઝ પર છે.
ભારતીય ટીમને પ્રથમ ઝટકો રોહિત શર્માના રૂપમાં પડ્યો છે. બેન સ્ટૉક્સે રોહિતને સ્ટમ્પની પાછળ બટલરના હાથમાં 34 રનના સ્કૉર પર કેચઆઉટ કરાવી દીધો. રોહિતે 4 ચોગ્ગા સાથે 34 રન (49) બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 15.1 ઓવરમાં 1 વિકેટના નુકશાને 64 રન પર પહોંચ્યો છે.
2019 વર્લ્ડકપ જીત્યા બાદ ઇંગ્લિશ ટીમ ભારતીય ટીમ સામે પ્રથમ વનડે મેચ રમી રહી છે. છેલ્લે બન્ને ટીમો વર્લ્ડકપમાં આમને સામને ટકરાઇ હતી, ત્યારે ઇંગ્લેન્ડે 31 રનથી ટીમ ઇન્ડિયાને હાર આપી હતી. બન્ને ટીમો વચ્ચે છેલ્લી રમાયેલી 5 વનડે મેચોની વાત કરીએ તો તેમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમ પર ભારે પડી રહી છે, કેમકે આ દરમિયાન ઇંગ્લેન્ડ ટીમ ભારતીય ટીમને 4 વાર માત આપી ચૂકી છે.
5મી ઓવરના ચોથા બૉલ બાદ રોહિત શર્મા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેને જમણા હાથની કોહણીમાં દુઃખાવો ઉપડ્યો હતો. મેડિકલ સ્ટાફે તેને ગ્રાઉન્ડ પર જ ટ્રીટમેન્ટ આપી અને ફરીથી રોહિત બેટિંગ કરવા તૈયાર થયો હતો. દુઃખાવાના કારણે રોહિતની કોણી પર પટ્ટી પણ બાંધવામાં આવી હતી.
India vs England 1st ODI Score LIVE Updates: 10મી ઓવરમાં પાંચ રન આવ્યા, આની સાથે જ ભારતનો સ્કૉર 39 રન થઇ ગયો. રોહિત શર્મા 19 રન અને શિખર ધવન 20 રને બેટિંગ કરી રહ્યાં છે. બન્ને ત્રણ-ત્રણ ચોગ્ગા ફટકારી ચૂક્યા છે.
ભારતની વનડે ટીમ- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
ઇંગ્લેન્ડની વનડે ટીમ- જેસન રૉય, જૉની બેયરસ્ટૉ, ઇયૉન મોર્ગન (કેપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), બેન સ્ટૉક્સ, સેમ બિલિંગ્સ, મોઇન અલી, સેમ કરન, ટૉમ કરન, આદિલ રશીદ, માર્ક વૂડ.
પ્રસિદ્ધ ક્રિષ્ણા અને કૃણાલ પંડ્યાને ટીમ ઇન્ડિયાની કેપ આપવામાં આવી છે, આ બન્ને ખેલાડીઓએ આજે વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યુ છે. આ મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં નથી આવ્યો, કેએલ રાહુલ મેચમાં વિકેટકીપિંગ કરશે.
7.4 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 25 રન છે. રોહિત શર્મા 8 અને શિખર ધવન 17 રને રમતમાં છે.
India vs England 1st ODI Score LIVE Updates: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડે રમાઇ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી વનડે સીરીઝ શરૂ થઇ છે. પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડ કેપ્ટન ઇયૉન મોર્ગને ટૉસ જીતીને ભારતીય ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.
India vs England 1st ODI Score LIVE Updates: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડે રમાઇ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી વનડે સીરીઝ શરૂ થઇ છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs England 1st ODI : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડે પુણેમાં રમાઇ હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 317 રનના ટાર્ગેટનો પીછો કરતા 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ વનડે મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -