Ind vs Eng 1st T20 : પ્રથમ ટી-20માં ભારત સામે ઈંગ્લેન્ડની 8 વિકેટથી જીત, શ્રેણીમાં મેળવી 1-0ની લીડ

પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે 15.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Mar 2021 06:39 PM
ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ઈંગ્લેન્ડે પ્રથમ ટી 20ના મુકાબલામાં ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી. મલાને સુંદરની બોલિંગમાં સિક્સ ફટકારી ટીમને જીત અપાવી. ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું

પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે  15.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.

ઈંગ્લેન્ડના 12 ઓવરમાં 92 રન

ઈંગ્લેન્ડની ટીમ 12 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 92 રન બનાવી લીધા છે. 




જેસન રોય 49 રને આઉટ

જેસન રોય 49 રન બનાવી આઉટ થયો. સુંદરે આ વિકેટ ઝડપી છે.

બટલર આઉટ


ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ઝટકો, બટલર 28 રન બનાવી આઉટ

જેસન રોય અને જોસ બટલર રમતમાં


ભારત સામે 125 રનનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 7.4 ઓવરમાં 71 રન બનાવ્યા છે.  જેસન રોય અને જોસ બટલર રમતમાં છે.

ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાએ  ઇંગ્લેન્ડને મેચ જીતવા 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા હતા.

ભારતનો સ્કોર 18 ઓવરમાં 104 રન

શાર્દુલ ઠાકુર શૂન્ય રને આઉટ થયો છે. ભારતનો સ્કોર 18 ઓવરમાં 104 રન.

હાર્દિક 19 રને આઉટ

હાર્દિક પંડ્યા 19 રને આઉટ થયો છે. તેણે 21 બોલમાં 19 રન બનાવ્યા હતા. 

અય્યર 40 રને રમતમાં


15  ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 83 રન છે. અય્યર 40 રન અને હાર્દિક પંડ્યા 17 રને રમતમાં છે. 

અય્યર 31 રન બનાવી રમતમાં

પંતના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો છે. શ્રેયસ અય્યર 31 રન બનાવી રમતમાં છે. હાર્દિક પંડ્યા 1 રને રમી રહ્યો છે.

શ્રેયસ અય્યર 30 રને રમતમાં


11.3  ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 57 રન છે. શ્રેયસ અય્યર 30 રને રમતમાં




પંત 18 રને રમતમાં


ઈંગ્લેન્ડે બોલિંગમાં વધુ એક બદલાવ કર્યો છે. બેન સ્ટોક્સ બોલિંગ કરવા આવ્યો છે. ઈન્ડિયા હાલ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. ઈન્ડિયાએ 7.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 32 રન બનાવ્યા છે. પંત 18 રને રમતમાં છે.

ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 29 રન

સાત ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 29 રન છે. પંત 17 અને અય્યર 7 રને રમી રહ્યા છે.

ઈન્ડિયાનો સ્કોર 6 ઓવર બાદ 22 રન


ધવનના આઉટ થયા બાદ શ્રેયશ અય્યર બેટિંગ કરવામાં આવ્યો છે. ઈન્ડિયાનો સ્કોર 6 ઓવર બાદ 22 રન છે. પંત માથે મોટી જવાબદારી છે. ઈન્ડિયા કેટલો સ્કોર કરશે તે પંતની બેટિંગ પર આધાર રાખે છે. પ્રથમ 6 ઓવરમાં ઈંગ્લેન્ડની બોલિંગ શાનદાર રહી છે.

ઈન્ડિયાની 3 વિકેટ પડી


ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી છે. શિખર ધવન પાંચમી ઓવરમાં અંતિમ બોલમાં બોલ્ડ થયો છે. વુડે સમગ્ર ઓવર દરમિયાન ધવનને પરેશાન કર્યો અને અંતિમ બોલ પર પેવેલિયન પરત મોકલ્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર પાંચ ઓવર બાદ ત્રણ વિકેટના નુકસાન પર 20 રન છે. પંત 15 રને બેટિંગ કરી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 18 રન

ઋષભ પંત આવતાની સાથે જ પોતાના અંદાજમાં રમવાનું શરૂ કર્યું છે. પંતે આર્ચરની બોલિંગમાં સિક્સર ફટકારી છે. ચાર ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 18 રન છે.

કેએલ રાહુલ આઉટ

ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો, કેએલ રાહુલ આઉટ

ભારતની બેટિંગ શરૂ

ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને શિખર ધવન ઓપનિંગની જવાબદારી સંભાળી છે. 

ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માને આરામ આપવાનો નિર્ણય કર્યો

IND vs ENG, T20 LIVE: ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્મા આગળની બે ટી20 મેચમાં પણ ટીમમાંથી બહાર રહી શકે છે. અંતિમ સમયે ટીમ ઈન્ડિયાએ આ નિર્ણય લઈ રણનીતિમાં બદલાવ કર્યો છે. 

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

England Playing 11: જોસ બટલર (વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન(કપ્તાન), સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર, આદિલ રાશિદ અને માર્ક વૂડ

Ind vs Eng 1st T20 LIVE Score: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

India Playing 11:  શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વી. સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ

બ્રેકગ્રાઉન્ડ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણીની આજે પ્રથમ મેચ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.