India vs England 1st Test: ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચાલુ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધી 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતા એક વિકેટના નુકશાન પર 39 રન બનાવી લીધા છે. ભારતને હજુ જીત માટે 381 રનની જરૂર છે. પાંચમાં દિવસે તેમની પાસે ઓછામાં ઓછી 90 ઓવર હશે. દિવસની રમત પૂર્ણ થવા સુધી ચેતેશ્વર પુજારા 12 અને શુભમન ગિલ 15 રન બનાવી નોટઆઉટ રહ્યા છે.


પુજારાએ 23 બોલ રમી એક ફોર ફટકારી છે જ્યારે ગિલે 35 બોલનો સામનો કરી ત્રણ ફોર ફટકારી છે. ભારતે ચોથા દિવસના અંતિમ રમતમાં કુલ 13 ઓવરનો સામનો કર્યો છે. આ દરમિયાન રોહિત શર્મા 12 રન વિકેટ ગુમાવી છે. રોહિતને જેક લીચે બોલ્ડ કર્યો. એ સમયે ભારતનો સ્કોર 25 રન હતો.

આ પહેલા રવિચંદ્રન અશ્ચિન 61 રન પર છ વિકેટ શાનદાર બોલિંગના સહારે ભારતે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રનમાં સમેટી દિધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો જ્યારે તેણે ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 337 પર ઓલ આઉટ કરી 241 રનની લીડ મેળવી હતી અને હવેતેણે આ મેચ જીતવા માટે ભારત સામે 420 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.