PAK vs SA: પાકિસ્તાને 18 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતી છે. ફાસ્ટબ બોલર હસન (60/5) અને શાહીન આફરીદી (51/4)ની ઘાતક બોલિંગના દમ પર પાકિસ્તાને બીજી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે દક્ષિણ આફ્રિકાને 95 રનથી હરાવી દીધું છે. પાકિસ્તાને ટેસ્ટ સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.

પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીત માટે 370 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 274 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હસનની શાનદાર બોલિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ અને મોહમ્મદ રિઝવાનને પ્લેયર ઓફ ધ સીરિઝ આપવામાં આવી હતી.


દક્ષિણ આફ્રિકાએ આ પહેલા 2007માં પાકિસ્તાનમાં 1-0થી ટેસ્ટ સીરિઝ જીતી હતી. તેના બાદ તે 14 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી. એવામાં પાકિસ્તાન ગત હારનો બદવો લેતા દક્ષિણ આફ્રિકાને ક્લીન સ્વીપ કરી દીધું છે. પાકિસ્તાને 18 વર્ષ બાદ સાઉથ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું છએ.