IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસની રમત શરૂ થઈ ગઈ છે.  મેચ શરૂ થયાની અડધી કલાકમાં જ ભારતને મોટો ફટકો લાગ્યો હતો. પુજારા 15 રન બનાવી આઉટ થયો હતો. ગિલ પણ 50 રન બનાવી એન્ડરસનનો શિકાર બન્યો હતો. જે બાદ તે જ ઓવરમાં  એન્ડરસને રહાણેને પણ આઉટ કર્યો હતો. કોહલી 10 રને રમતમાં છે.


કેવો રહ્યો ચોથો દિવસ

ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે એક વિકેટના નુકશાન પર 39 રન બનાવી લીધા હતા. ચેતેશ્વર પુજારા 12 અને શુભમન ગિલ 15 રન બનાવી રમતમાં હતા. આ પહેલા રવિચંદ્રન અશ્ચિન 61 રન પર છ વિકેટ શાનદાર બોલિંગના સહારે ભારતે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રનમાં સમેટી દિધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો જ્યારે તેણે ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 337 પર ઓલ આઉટ કરી 241 રનની લીડ મેળવી હતી અને હવેતે ણે આ મેચ જીતવા માટે ભારત સામે 420 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતીય ટીમ

શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ

ઇંગ્લેન્ડની ટીમ

રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન