IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ભારતના પેસ એટેક સામે અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી. જો રૂટને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબો સમય પીચ પર ટકી શક્યા નહોતા.
ઈંગ્લેન્ડે અંતિમ 7 વિકેટ 45 રનમાં ગુમાવી
બુમરાહે 46 રનમાં ચાર અને શમીએ 28 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 65.4 ઓવરમાં 183 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 64 રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે આખરી સાત વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી હતી. પુંછડિયા બેટ્સમેનો ખાસ ટકી શક્યા નહતા. સેમ કરને અણનમ 27 રન નોંધાવ્યા હતા.
પ્રથમ દિવસે ભારતે કેટલા બનાવ્યા રન
ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 13 ઓવરમાં વિના વિકેટે 21 રન કર્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલ 9-9ના સ્કોર પર ક્રિઝ પર હતા. પ્રથમ દિવસના અંતે ભારત ઈંગ્લેન્ડથી હજુ 162 રન પાછળ છે.
ક્યારે બની ઘટના
ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરતી હતી ત્યારે બેટ્સમેને ફટકારેલો શોટ રોકવાના પ્રયાસમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ફિલ્ડર રવિન્દ્ર જાડેજાએ ડાઈવ લગાવી હતી. આ દરમિયાન તેનું પેંટ ઉતરી ગયું હતું.
વિરાટ કોહલીને પહેલેથી જાણ હતી કે વિકેટ પડશે!
વિરાટની આક્રમક કેપ્ટનશિપના કારણે ઈન્ડિયન ટીમે પહેલી ઓવરથી ઇંગ્લેન્ડની ટીમ પર દબદબો બનાવી રાખ્યો હતો. તેવામાં ઈનિંગની 54મી ઓવરના ત્રીજા બોલ પર જોસ બટલર અંગે વિરાટ કોહલીએ જ્યોતીષ બની ભવિષ્યવાણી કરી હતી. બુમરાહની બોલ મિસ થઈ જતા કોહલીએ તરત જ પંતને કહ્યું કે તું જોજે આ આઉટ જ થઈ જવાનો છે અને 1 બોલ છોડીને બટલર પંતના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો SONY LIVના ટ્વિટર અકાઉન્ટે શેર કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે ટેસ્ટ સિરીઝના પહેલા દિવસે જ વિરાટ કોહલીની વધુ એક સ્કિલ્સ એના ફેન્સ સામે બહાર આવી ગઈ છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, લોકેશ રાહુલ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ