IND vs ENG, T20 : સિક્સ ફટકારી વિરાટ કોહલીએ ભારતને જીત અપાવી, ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું

India vs England, 2nd T20 ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટી20 મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઇંગ્લેન્ડ સામેની બીજી ટી 20માં ભારતે જીત મેળવી છે. 165 રનનો લક્ષ્યાંક ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. વિરાટ કોહલીએ પોતાના T-20 કરિયરની 26મી ફિફટી મારી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Mar 2021 06:30 PM
ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હાર આપી

ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હાર આપી છે. ઈંગ્લેન્ડે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં ચેઝ કર્યો છે. કેપ્ટન કોહલીએ 46 બોલમાં અણનમ 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવયા ડેબ્યૂ મેચ રમી રહેલા ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા 32 બોલમાં 56 રન બનાવ્યા હતા. ભારતે 5 મેચની સીરીઝ 1-1થી બરાબર કરી છે.

કોહલીના અણનમ 73 રન

વિરાટ કોહલીએ નોટઆઉટ 49 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સિક્સ ફટકારી હતી. 

બીજી ટી 20માં ભારતની જીત

ઇંગ્લેન્ડ સામેની બીજી ટી 20માં ભારતે જીત મેળવી છે. 165 રનનો લક્ષ્યાંક  ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. વિરાટ કોહલીએ પોતાના T-20 કરિયરની 26મી ફિફટી મારી છે.

ભારતને જીત માટે માત્ર 12 રનની જરૂર

ટીમ ઈન્ડિયાએ 17   ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 153  રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 61  રને રમતમાં છે.  ભારતને જીત માટે માત્ર 12 રનની જરૂર છે.

કોહલી 54  રને રમતમાં


ટીમ ઈન્ડિયાએ 15   ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 143  રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 54  રને રમતમાં છે. 

કોહલીની ફિફટી


વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી છે. કોહલીએ 35 બોલમાં 53 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સિક્સ ફટકારી હતી.

કોહલી 46  રને રમતમાં

ટીમ ઈન્ડિયાએ 14   ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 133  રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 46  રને રમતમાં છે. 

કોહલી 42  રને રમતમાં


ટીમ ઈન્ડિયાએ 12   ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 111 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 42  રને રમતમાં છે. 

ઈશાન કિશનની અડધી સદી

ઈશાન કિશને આક્રમિક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. ઈશાન કિશને 31 બોલમા 56 રન બનાવ્યા છે.

ઈશાન કિશન 42  રને રમતમાં

ટીમ ઈન્ડિયાએ 9  ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 80  રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 35 રન અને ઈશાન કિશન 42  રને રમતમાં છે. 


 

ઈશાન કિશન 41  રને રમતમાં


ટીમ ઈન્ડિયાએ 8  ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 75  રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 32 રન અને ઈશાન કિશન 41  રને રમતમાં છે. 

ઈશાન કિશન 34  રને રમતમાં

ટીમ ઈન્ડિયાએ 7  ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 67  રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 31 રન અને ઈશાન કિશન 34  રને રમતમાં છે. 

ઈશાન કિશન 27 રને રમતમાં


ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 50 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 22 રન અને ઈશાન કિશન 27 રને રમતમાં છે. 

ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા

શાર્દુલ ઠાકુરે અંતિમ ઓવર સારી ફેંકી હતી. અંતિમ ઓવરમાં 6 રન આવ્યા. ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 46 રન જેસન રોયે બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને વોશિંગટન સુંદરને 2-2 વિકેટ મળી.

ભારતને જીત માટે 165 રનનો ટાર્ગેટ


ઇંગ્લેન્ડની ટીમે ભારત સામે T-20 શ્રેણીની બીજી મેચમાં 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા છે. ભારતને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો.

સ્ટોક 24 રને આઉટ

બેન સ્ટોક 24 રન બનાવી આઉટ થયો છે. હાર્દિક પંડ્યા કેચ પકડ્યો હતો. 

સ્ટોક્સ 16 રને રમતમાં

18 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 5  વિકેટના નુકસાન પર 149 રન છે. સ્ટોક્સ 16 રને રમતમાં છે. 

મોર્ગન 16 રને રમતમાં

14 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4  વિકેટના નુકસાન પર 120 રન છે. મોર્ગન 16 રને રમતમાં છે. 

બેરસ્ટો 20 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને મળી વધુ એક સફળતા, બેરસ્ટો 20 રન બનાવી આઉટ થયો છે. 

ઈંગ્લેન્ડનો સ્કોર 83 રન

10 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 2  વિકેટના નુકસાન પર 83 રન છે. જેસન રોય 44 અને બેરસ્ટો 5  રને રમતમાં છે. 

ચહલે ટીમ ઈન્ડિયાને અપાવી બીજી સફળતા

ચહલે ટીમ ઈન્ડિયાને અપાવી બીજી સફળતા, ડેવિડ મલાન 24 રન બનાવી  આઉટ થયો છે. 

જેસન રોય 31  રને રમતમાં

આઠ ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 1  વિકેટના નુકસાન પર 64  રન છે. જેસન રોય 31 અને મલાન 24  રને રમતમાં છે. 

5 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 37 રન

 


પાવરપ્લેમાં ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને વધારે રન બનાવવાની તક નથી આપી. પાંચ ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 37 રન છે. જેસન રોય અને મલાન 16-16 રને રમતમાં છે.

ત્રણ ઓવરમા ઈંગ્લેન્ડનો સ્કોર 23 રન

ત્રણ ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 23 રન છે. જેસન રોય 13 અને મલાન 6 રને રમતમાં છે. 

પ્રથમ ઓવરમાં મોટી સફળતા


ટીમ ઈન્ડિયાને પ્રથમ ઓવરમાં મોટી સફળતા મળી છે. ભુવનેશ્વર કુમારે ઈંગ્લેન્ડના ખતરનાક ઓપનર જોસ બટલરને LBW આઉટ કર્યો છે. બટલર ખાતુ પણ ન ખોલાવી શક્યો અને પ્રથમ બોલમાં જ પેવેલિયન પરત ફર્યો.




England Playing 11:


England Playing 11: જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કર્રન, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન, ટોમ કર્રન, જોફ્રા આર્ચર

India Playing 11:

 


India Playing 11: ઈશાન કિશન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુદર, યુજવેંદ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર

ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શિખર ધવન અને અક્ષર પટેલ આજની મેચ નહી રમે. જેનો મતલબ છે કે ટીમ ઈન્ડિયા  ચાર બોલર અને હાર્દિક પંડ્યાના ભરોસે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા માટે આ દાવ મોંધો પણ સાબિત થઈ શકે છે.

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કન્ફર્મ છે. બંને ખેલાડીઓને ટોસ પહલે ઈન્ડિયાની કેપ મળી છે. પ્લેઈંગ ઈલેવનમાં આ બંને ખેલાડી કોનુ સ્થાન લેશે તે કન્ફર્મ નથી.

IND vs ENG, 2nd T20 LIVE

IND vs ENG, 2nd T20 LIVE: ઈંગ્લેન્ડની ટીમ બીજા મુકાબલામાં કદાચ કોઈ બદલાવ નહી કરે. ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓએ પ્રથમ મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે.   

બ્રેકગ્રાઉન્ડ

India vs England, T20 LIVE Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટી20 મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ મેચમાં ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.