IND vs ENG, 2nd T20I: ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી T20 મેચ રમાશે. પ્રથમ T-20માં ભારતનો શાનદાર વિજય થયો હતો. હવે ભારતીય ટીમ બીજી T-20 મેચ જીતીને મોટી લીડ લેવા માંગશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 મેચ રમાઈ છે, જેમાં ભારતે 14 અને ઈંગ્લેન્ડે 11માં જીત મેળવી છે.તમને જણાવી દઈએ કે અભિષેક શર્મા વિશે એવા સમાચાર છે કે તે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં જો તે ફિટ ન થઈ શકે તો તેના સ્થાને વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલને તક મળી શકે છે. આવી સ્થિતિમાં ઓપનિંગની જવાબદારી તિલક વર્માને આપવામાં આવી શકે છે.


ચેન્નાઈની પિચ શું અસર કરશે


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈની પીચ હંમેશા સ્પિનરોને મદદ કરે છે, ચેન્નાઈની પીચ પર બેટિંગ કરવી સરળ નથી. પીચ ધીમી  છે. ચેન્નાઈ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 9 T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 6 મેચ જીતી છે, જ્યારે બાદમાં બેટિંગ કરનારી ટીમ 2 વખત મેચ જીતવામાં સફળ રહી છે. પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 150 રન હતો, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 122 રન હતો.


ચેન્નાઈનું હવામાન કેવું રહેશે 


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. Accuweather અનુસાર, 25 જાન્યુઆરીએ સાંજે તાપમાન 22 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી જશે. હવામાન અહેવાલ મુજબ ઝાકળની અસર જોવા મળી શકે છે. વરસાદની શક્યતા ઓછી છે. જો કે, ઝાકળને કારણે, કેપ્ટન ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.


ભારત (સંભવિત ટીમ):


1. અભિષેક શર્મા , 2. સંજુ સેમસન (વિકેટકીપર), 3. સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), 4. તિલક વર્મા, 5. હાર્દિક પંડ્યા, 6. રિંકુ સિંહ, 7. નીતિશ કુમાર રેડ્ડી, 8. અક્ષર પટેલ, 9. રવિ બિશ્નોઈ/મોહમ્મદ શમી, 10. અર્શદીપ સિંહ, 11. વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર


ઈંગ્લેન્ડની સંભવિત ટીમ


1. ફિલ સોલ્ટ (વિકેટકીપર), 2. બેન ડકેટ, 3. જોસ બટલર (કેપ્ટન), 4. હેરી બ્રૂક, 5. લિયામ લિવિંગ્સ્ટન, 6. જેકબ બેથેલ/જેમી સ્મિથ, 7. જેમી ઓવર્ટન, 8. બ્રેન્ડન કાર્સ, 9 .જોફ્રા આર્ચર, 10. આદિલ રશીદ, 11. માર્ક વુડ


કઈ ટીમ જીતી શકે છે 


પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતા ભારતીય ટીમ 70 ટકા મેચ જીતવાની દાવેદાર છે. ભારતે છેલ્લી 5 મેચોમાં ઈંગ્લેન્ડ સામે 4 મેચ જીતી છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ ચેન્નાઈમાં પણ સફળ રહેશે. 


ICC Test Team: ICC એ કરી ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત, બુમરાહ સહિત આ ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન