ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી.
કેવો રહ્યો પ્રથમ દિવસ
ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 161 રન, રહાણેએ 67 રન બનાવ્યા હતા. પુજારાએ 21 રનનું અને અશ્વિને 13 રનનું યોગદાન આપ્યું હતું. ગિલ અને કોહલી ખાતું પણ ખોલી શક્યા નહોતા. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા.. અક્ષર પેટેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે બુમરાહ અને સુંદરના સ્થાને સિરાજ અને કુલદીપને સામેલ કરાયા હતા.
ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની ટીમ
ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન