ત્રીજા દિવસ ભારતની નબળી શરૂઆત થઈ હતી. 54 રન પર 1 વિકેટથી સ્કોર 65 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. ત્રીજા દિવસે પુજારા 7 રન બનાવી આઉટ થયો હતો અને 26 રને રોહિત શર્મા સ્ટંપ આઉટ થયો હતો. પંત 8 રન બનાવી લીચનો શિકાર બન્યો હતો. રહાણે 10 રન બનાવી આઉટ થયો હતો. અક્ષર પટેલ 7 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 2 અને જેક લીચે 3 વિકેટ ઝડપી હતી.
કેવો રહ્યો બીજો દિવસ
બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 18 ઓવર રમી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા શુભમન ગીલને જેક લીચે 14 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો. જ્યારે રોહિત શર્મા 25 રન અને ચેતેશ્વર પુજારા 7 રને હજુ ક્રિઝ પર હતા. ભારતીય બૉલરોએ બીજા દિવસની રમતમાં જબરદસ્ત પક્કડ બનાવતા ઇંગ્લિશ ટીમને માત્ર 134 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતુ, આ સાથે ભારતને 195 રનની જંગી લીડ મળી હતી. ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
આ પહેલા બીજા દિવસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા 329 રન બનાવી ઓલઆઉટ થયું હતુ. પંત 58 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની ટીમ
ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન
પુજારાએ કેવી રીતે પોતાની વિકેટ ફેંકી દીધી એ જોઈને લાગી જશે આઘાત, બેદરકારીમાં થઈ ગયો રનઆઉટ...
Marriage Muhurat 2021: ગુરુનો ઉદય થયા બાદ નહીં થઈ શકે લગ્ન જેવા કાર્યો, જાણો શું છે આની પાછળનું કારણ