ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની નબળી શરૂઆત થઈ હતી. 54 રન પર 1 વિકેટથી સ્કોર 65 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. ભારતે દિવસની શરૂઆતમાં પ્રથમ વિકેટ પુજારાના રૂપમાં ગુમાવી હતી.


પુજારા 7 રન બનાવી રન આઉટ થયો હતો. જોકે તેની રીત જરા વિચિત્ર હતી. પુજારાએ બોલ ફટકાર્યા બાદ નજીકમાં ઉભેલા ફિલ્ડર ઓલી પોપ પાસે ગયો હતો. આ દરમિયાન પુજાર પિચથી આગળ આવી ગયો હતો અને પોપે બોલ વિકેટકિપર ફોક્સના હાથમાં આપ્યો ત્યારે પુજારાએ બેટ પિચ પર મુક્યું ત્યારે તેના હાથમાંથી છૂટી ગયું હતું અને વિકેટકિપરે સ્ટંપ ઉડાવી દીધું હતું. જેના કારણે તે રન આઉટ જાહેર થયો હતો.

પુજારાએ આ રીતે વિકેટ ફેંક્યા પછી સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ અને વીડિયો ફરતા થયા છે. હાલ ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 119 રન છે અને કુલ લીડ 314 રન પર પહોંચી છે.



Stock Market: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, પહોંચ્યું 52 હજારની ઐતિહાસિક સપાટી પર

કોંગ્રેસના અબજોપતિ દિગ્ગજ નેતાની દીકરીનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા ભાજપના નેતાનાં દોહિત્ર સાથે લગ્ન, જાણો બંને પરિવાર વિશે