અશ્વિને ટેસ્ટ મેચમાં 5 વિકેટ અને 50 રન ફટકારવાની સિદ્ધી છઠ્ઠી વખત મેળવી હતી. જેની સાથે તેણે માલ્કમ માર્શલને પાછળ રાખી દીધા હતા અને રિચર્ડ હેડલની બરોબરી કરી હતી. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ટેસ્ટમાં આવી સિદ્ધી નવ વખત મેળવી ચુક્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં 50 રન અને 5 વિકેટની બેવડી ઉપલબ્ધી મેળવવામાં ઈયાન બોથમ મોખરે છે. તેણે 11 વખત આ સિદ્ધી મેળવી છે. ભારતના કપિલ દેવ અને રવિન્દ્ર જાડેજા તથા ન્યૂઝીલેન્ડનો ક્રિસ કેઇર્ન્સ 4 વખત આ પરાક્રમ કરી ચુક્યા છે.