IND Vs ENG: ભારતના આ ત્રણ બેટ્સમેનોએ જ બનાવ્યા 87 ટકા રન, બાકીનાનો ફ્લોપ શો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2021 11:55 AM (IST)
India Vs England 2nd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો.
(તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વવીટર)
IND vs ENG: બીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમ પર મજબૂત પકડ બનાવી લીધી છે, લંચ બ્રેક સુધીમાં ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા માત્ર 39 રનના સ્કૉર પર મહેમાનન ટીમની 4 વિકેટો ઝડપી દીધી છે. ભારત તરફથી અશ્વિને બે વિકેટ, જ્યારે ઇશાંત અને અક્ષરે એક-એક વિકેટ ઝડપી છે. કેવી રહી ભારતીય ઈનિંગ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા. આ ત્રણ બેટ્સમેનનું મહત્તમ યોગદાન ભારતના કુલ રન પૈકી રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રિષભ પંતે જ 286 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોએ જ 87 ટકા રન રન ફટકાર્યા હતા. આ સિવાયના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. માત્ર પુજારા (21 રન) અને અશ્વિન (13 રન) ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ગિલ, કોહલી, ઈશાંત અને કુલદીપ યાદવ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારતીય ટીમ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડની ટીમ ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન