મોટેરા સ્ટેડિયમ 1982માં બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2016 પછી તેનું ફરીથી નિર્માણ થયું. ગયા વર્ષે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. મોટેરા સ્ટેડિયમનું સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોના બેઠક વિસ્તાર ઉપરાંત ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
મોટેરા સ્ટેડિયમની વિશેષતા
- મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.
- આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
- તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.
- અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.
- દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.
5 વર્ષમાં સ્ટેડિયમ ફરીથી બનાવવામાં આવ્યું
મોટેરા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ રમવામાં આવી છે. ભારતે આ 12 મેચમાંથી 4 મેચ જીતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો. 6 મેચ ડ્રો છે. આ સિવાય આ મેદાન પર રમાયેલી 16 વનડે મેચમાંથી ભારત 7 માં જીત્યું છે અને તેમને 8 માં હારનો સામનો કરવો પડ્યો છે. 2016 માં, સ્ટેડિયમ તોડી પાડવાની કામગીરી શરૂ થઈ હતી. પાંચ વર્ષમાં આશરે 750-800 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમનું ફરી નવનિર્માણ થયું છે.