અમદાવાદ: ભારત વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં 8 રનથી હારનો સામનો કર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડની ટીમને ચોથી ટી20 મેચમાં સ્લો ઓવર રેટના કારણે ઈન્ટરનેશનલ ક્રિકે કાઉન્સિલે દંડ ફટકાર્યો 



ICC અનુસાર ઈંગ્લેન્ડની ટીમ પર મેચ ફીસનો  20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ICCના એલીટ પેનલ ઓફ મેચ રેફરી જવાગલ શ્રીનાથે જોયું કે, ઈયોન મોર્ગનની ટીમ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેકી શકી હતી. ચોથી મેચમાં થયેલી ભૂલને કારણે ઇંગ્લેન્ડની ટીમને ભારે કિંમત ચૂકવવી પડી છે.


પ્લેયર્સ અને પ્લેયર સપોર્ટ પર્સન માટે આઈસીસીની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર રેટ અપરાધ સંબંધિત છે. ખેલાડીઓને તેમની મેચ ફીની 20 ટકા રકમ આપવી પડે છે. કારણ કે નક્કી કરેલા સમયમાં ઓવર પૂરી કરવા નિષ્ફળ જાય છે. 


 


ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને દંડ સ્વીકાર્યો છે.  ચોથી મેચમાં  ફિલ્ડ અમ્પાયર કે.એન. અનંતપદ્મનાભ, નીતિન મેનને મેચ રેફરી સામે ઇંગ્લેન્ડ દ્વારા ધીમી ગતિથી ઓવર નાખવાની ફરિયાદ કરી હતી.



ઉલ્લેખનીય છે કે, ચોથી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે 186 રનનો પડકાર આપ્યો હતો. પરંતુ ખૂબ જ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 177 રન બનાવી શક્યું હતું અને મેચ 8 રને હારી ગઈ હતી. ભારતે ચોથી મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબરી કરી લીધી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક મેચ શનિવારે રમાશે. 


ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને રાહુલ ચહરે 2-2 વિકેટ લીધી હતી અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.


ઈંગ્લેન્ડ તરફથી જેસોન રોયે 40 રન, બેન સ્ટોક 46  રન અને જોની બેરિસ્ટોએ 25 રન બનાવ્યા હતા.જ્યારે બોલિંગમાં ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. આદિલ રશિદ, બૂડ, સ્ટોક અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.