અમદાવાદઃ અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા હતા. બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ થયો હતો.


આ દરમિયાન ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સિરાજના બાઉંસર બાદ સ્ટોક્સે તેને કઇંક કહ્યું હતું અને બાદ બંનેએ એકબીજા સામે ઘૂરકિયા કર્યા હતા. બંને આટલેથી અટક્યા નહોતા તે પછી વિરાટ કોહલીએ સ્ટોક્સને કઇંક કહ્યું હતું. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.  બંને વચ્ચે વાત વણસી જતાં એમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.



બંને ટીમોએ કર્યા ફેરફાર

ભારતીય ટીમમાં બુમરાહના બદલે સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બે ફાસ્ટરને બહાર બેસાડી એક સ્પિનરનો સમાવેશ કર્યો છે. તેમજ સ્પિન સામે સંઘર્ષ કરતી બેટિંગ લાઈનઅપને મજબૂત કરવા એક્સ્ટ્રા બેટ્સમેન સાથે રમી રમી રહી છે. આર્ચર અને બ્રોડને બહાર કરીને તેના સ્થાને ડોમ બેસ અને ડેન લોરેન્સને સ્થાન આપ્યું છે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન