નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટને લઇને ઉઠેલો પીચનો વિવાદ હજુ શમ્યો નથી. હવે આ કડીમા પાકિસ્તાની ક્રિકેટરો પણ પોતાનો મત આપવા લાગ્યા છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે હવે અમદાવાદમાં ભારતને મળેલી જીત પર કટાક્ષ કર્યો છે. તેને આ જીતને પીચનો કમાલ લગાવીને ફગાવી દીધી છે.


ઇન્ઝમામે કહ્યું કે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાચેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં ખતમ થઇ ગઇ, પીચને જોઇને મને નથી લાગતુ કે ભારતીય ટીમ સારુ રમી. ઇન્ઝમામે અશ્વિન અને અક્ષર જેવા ફિકરી બૉલરોની પ્રસંશા કરવાનો ઇનકાર કરી દીધો.

ઇન્ઝમામે કટાક્ષ કરતાં કહ્યું- મને યાદ નથી કે છેલ્લે ક્યારે બે દિવસમાં ટેસ્ટ મેચ પુરી થઇ ગઇ હતી. આ તો માત્ર પીચનો કમાલ છે. જીતનો શ્રેય માત્ર ફ્કત ભારતીય ટીમને આપવો યોગ્ય નથી. ઇન્ઝમામે કહ્યું જ્યારે ભારત બીજી ટેસ્ટ જીત્યુ તો મને લાગ્યુ કે ટીમ સારુ રમી રહી છે, પરંતુ આ રીતે પીચ તૈયાર કરવી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લિશ ટીમ હાલ ભારતના પ્રવાસે છે, અને અત્યારે બન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, આ પછી વનડે અને ટી20 સીરીઝ રમાવવાની છે.