IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રમાયેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.
આ સીરિઝમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતનું ફોર્મ પણ ખાસ રહ્યું નથી. જેને લઈ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ચોપડાએ તેની યૂ ટયુબ ચેનલ પર કહ્યું, હું રિષભ પંતને લઈ ઘણો ચિંતિત છું. ટીમ પાંચ બોલરો સાથે રમી રહીછે. કારણકે ટીમને ખબર છે કે તેમની પાસે બેટિંગમાં રિષભ પંત જેવો શાનદાર ખેલાડી છે. આ કારણે સાહા પણ ટીમની બહાર છે. જો પંત રન નથી બનાવી રહ્યો તો તે ચિંતાની વાત છે.
તે જે રીતે રમી રહ્યો છે તે ચિંતાની વાત છે. ટીમ મુશ્કેલીમાં હોય તેમ છતાં તે આગળ આવીને રમે છે જે ચિંતાની વાત છે. જોકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે તે પંતના ફોર્મથી ચિંતિત નથી. જ્યારે પુજારા રન નહોતો બનાવી રહ્યો ત્યારે તેના માટે પણ આવી વાતો થતી હતી પરંતુ હેડિંગ્લેની ઈનિંગ બાજ બધા શાંત થઈ ગયા. પંતને પણ પૂરતા મોકા આપવા પડશે. પંતે 3 ટેસ્ટમાં 17.4ની સરેરાસાથી 87 રન બનાવ્યા છ. ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તે માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.