અમદાવાદઃ અમદાવાદમાં ક્રિકેટના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચથી પાંચ ટી-20 મેચની સીરિઝ રમાશે. આ પહેલા રમાયેલી બંને ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને ધોબી પછડાટ આપી હતી. હવે ફરી ભારત ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઇંગ્લેન્ડને ધોબી પછડાટ આપવાની તૈયારીમાં લાગી ગયું છે.  આ દરમિયાન બધાની નજર કેએલ રાહુલ પર રહેશે. તે ટીમ ઈન્ડિયાનો ત્રીજો ઓપનર રહેશે.


લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝ દરમિયાન શિખર ધવન સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે તે ઉપલબ્ધ નહોતો. પરંતુ હવે તે રોહિત પણ ભારતીય ટીમ સાથે સંકળાઈ ગયો હોવાથી ત્રણેય સાથે જ રમશે. સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેકટેડ શોમાં વીવીએસ લક્ષ્મણને પૂછવામાં આવ્યું કે, વિજ્ય હજારે ટ્રોફીમાં શિખર ધવનના શાનદાર પ્રદર્શન બાદ રાહુલના સ્થાન પર ખતરો છે? તેના જવાબમાં કહ્યું, આ ઘણું મુશ્કેલ છે પરંતુ બીજા ઓપનરની પસંદગીને લઇ દુવિધાની સ્થિતિ રહેશે.


રોહિત શર્મા મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ટીમનો નિયમિત ઓપનર છે.  જોકે રાહુલે છેલ્લા થોડા સમયથી જે રીતનો દેખાવ કર્યો છે તેને જોતાં હું રાહુલને રમાડવાનું પસંદ કરીશ. મારા હિસાબે ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટે રાહુલને ઓપનિંગ બેટ્સમેન તરીકે રમાડવો જોઈએ. તેણે આ પોઝિશન પર શાનદાર દેખાવ કર્યો છે.