IND Vs ENG: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રનથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 72 રન બનાવ્યા હતા. જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. ભારત સામે જીત સાથે ઈંગ્લેન્ડ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.

એન્ડરસને એક જ ઓવરમાં પલ્ટી બાજી

ભારતીય ટીમ 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતી હતી ત્યારે એન્ડરસને શુભમન ગિલ (50 રન) અને અજિંક્ય રહાણે (0 રન)ની વિકેટ ઝડપીને બાજી પલ્ટી હતી.  ભારતે ટૂંક ગાળામાં ચાર વિકેટ ગુમાવતાં સ્કોર 92 રન પર 2 વિકેટથી 117 રન પર 6 વિકેટ થઈ ગયો હતો.  ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક લીચે 76 રનમાં 4, એન્ડરસને 17 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્ચર, બેસ અને સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.



કેવો રહ્યો ચોથો દિવસ

ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે એક વિકેટના નુકશાન પર 39 રન બનાવી લીધા હતા. ચેતેશ્વર પુજારા 12 અને શુભમન ગિલ 15 રન બનાવી રમતમાં હતા. આ પહેલા રવિચંદ્રન અશ્ચિન 61 રન પર છ વિકેટ શાનદાર બોલિંગના સહારે ભારતે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રનમાં સમેટી દિધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે  પ્રથમ ઈનિંગમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો. પ્રવાસી ટીમે ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 337 પર ઓલ આઉટ કરી 241 રનની લીડ મેળવી હતી. તેમ છતાં ફોલોઓન  કર્યુ નહોતું.

ભારતીય ટીમ

શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ

ઇંગ્લેન્ડની ટીમ

રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન