Ind vs Eng Semi-final Live: ઇંગ્લેન્ડ સામે ભારતની 10 વિકેટથી કારમી હાર, રવિવારે ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ફાઇનલ

Ind vs Eng T20 Score Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Nov 2022 04:35 PM
ભારતની શરમજનક હાર, ઇંગ્લેન્ડ 10 વિકેટથી જીત્યું

આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની ઇંગ્લિશ ટીમ સામે કારમી હાર થઇ છે. ઇંગ્લેન્ડે 169 રનોનો પીછો કરતાં માત્ર 16 ઓવરમાં જ વિના વિકેટે 170 રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી કારમી હાર થઇ હતી. હવે રવિવારે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી જંગ જામશે.

ઇંગ્લેન્ડના 100 રન પુરા

ઇંગ્લિશ ટીમની શાનદાર રમત બાદ 100 રન પુરા થઇ ગયા છે. 11 ઓવર બાદ ટીમનો સ્કૉર વિના વિકેટે 108 રન પર પહોંચ્યો છે. જૉસ બટલર 38 રન અને એલેક્સ હેલ્સ 66 રન બનાવીને ક્રિઝ પર છે.

એલેક્સ હેલ્સની આક્રમક ફિફ્ટી

બીજી સેમિ ફાઇનલમાં ઇંગ્લિશ ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સે ભારતીય ટીમ સામે આક્રમક ફિફ્ટી ફટકારી છે, હેલ્સે 28 બૉલમાં 1 ચોગ્ગો અને 5 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી છે. ઇંગ્લિશ ટીમનો સ્કૉર 8 ઓવરના અંતે વિના વિકેટે 85 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર હેલ્સની સાથે બટલર પણ 34 રન બનાવીને છે.

ઇંગ્લેન્ડની શાનદાર શરૂઆત

ઇંગ્લિશ ટીમ ભારતીય ટીમ પર ભારે પડી રહી છે, દમદાર શરૂઆત સાથે બટલર અને હેલ્સે 50 રનની ભાગીદારી કરી દીધી છે. ટીમનો સ્કૉર પાવરપ્લેમાં 6 ઓવરના અંતે વિના વિકેટે 63 રન પર પહોંચ્યો છે. જૉસ બટલર 28 રન અને એલેક્સ હેલ્સ 34 રન બનાવીને ક્રિઝ પર છે.

કોહલી-હાર્દિકની દમદાર બેટિંગ

ભારતીય ટીય તરફથી જોઇએ તો રન મશીન કોહલીએ ફરી એકવાર એડિલેડમાં પોતાનો દમ બતાવ્યો છે. કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન ફટકાર્યા હતા, તો સામે હાર્દિક પંડ્યાએ પણ તોફાની બેટિંગ કરતાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 63 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. 

જીત માટે ઇંગ્લેન્ડને મળ્યો 169નો ટાર્ગેટ

ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને જીત માટે 169 રનોનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા છે, જેમાં કોહલી અને હાર્દિકની દામદાર ફિફ્ટી સામેલ છે. ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લિશ ટીમને હવે 169 રનોનો ટાર્ગેટ મળ્યો છે.

હાર્દિકની તોફાની ફિફ્ટી

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આક્રમક અંદાજમાં ફિફ્ટી ફટકારી છે, હાર્દિકં 29 બૉલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 52 રનની ઇનિંગ રમી છે. ટીમનો સ્કૉર 19 ઓવરમાં 4 વિકેટે 156 રન પર પહોંચ્યો છે. 

કોહલીની શાનદાર ફિફ્ટી
રન મશીન વિરાટ કોહલીએ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી, કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં જૉર્ડનના બૉલ પર આદિલ રશિદને કેચ આપી બેઠો હતો. ટીમનો સ્કૉર 18 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. હાર્દિક પંડ્યા 38 રન અને ઋષભ પંત 0 રને ક્રિઝ પર છે.
કોહલીની શાનદાર ફિફ્ટી

રન મશીન વિરાટ કોહલીએ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી, કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં જૉર્ડનના બૉલ પર આદિલ રશિદને કેચ આપી બેઠો હતો. ટીમનો સ્કૉર 18 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. હાર્દિક પંડ્યા 38 રન અને ઋષભ પંત 0 રને ક્રિઝ પર છે.

કોહલીની શાનદાર ફિફ્ટી

રન મશીન વિરાટ કોહલીએ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી, કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં જૉર્ડનના બૉલ પર આદિલ રશિદને કેચ આપી બેઠો હતો. ટીમનો સ્કૉર 18 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. હાર્દિક પંડ્યા 38 રન અને ઋષભ પંત 0 રને ક્રિઝ પર છે.

કોહલીની શાનદાર ફિફ્ટી

રન મશીન વિરાટ કોહલીએ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી, કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં જૉર્ડનના બૉલ પર આદિલ રશિદને કેચ આપી બેઠો હતો. ટીમનો સ્કૉર 18 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. હાર્દિક પંડ્યા 38 રન અને ઋષભ પંત 0 રને ક્રિઝ પર છે.

કોહલીની શાનદાર ફિફ્ટી

રન મશીન વિરાટ કોહલીએ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી, કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં જૉર્ડનના બૉલ પર આદિલ રશિદને કેચ આપી બેઠો હતો. ટીમનો સ્કૉર 18 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. હાર્દિક પંડ્યા 38 રન અને ઋષભ પંત 0 રને ક્રિઝ પર છે.

કોહલીની શાનદાર ફિફ્ટી

રન મશીન વિરાટ કોહલીએ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી, કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં જૉર્ડનના બૉલ પર આદિલ રશિદને કેચ આપી બેઠો હતો. ટીમનો સ્કૉર 18 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. હાર્દિક પંડ્યા 38 રન અને ઋષભ પંત 0 રને ક્રિઝ પર છે.

ભારતના 100 રન પુરા
ટીમ ઇન્ડિયાના 100 રન પુરા, 15 ઓવરના અંતે ભારતનો સ્કૉર 3 વિકેટના નુકશાને 100 રન પર પહોંચ્યો છે, વિરાટ કોહીલ 43 રન અને હાર્દિક પંડ્યા 9 રન બનાવીને ક્રિઝ પર છે.
સૂર્યકુમાર યાદવ આઉટ

ભારતીય ટીમે મોટો ઝટકો સૂર્યાના રૂપમાં લાગ્યો છે, સૂર્યા 10 બૉલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગા સાથે 14 રનના સ્કૉર પર પેવેલિયન ભેગો થયો છે. આદિલ રશિદના બૉલ પર શૉટ મારવા જતાં સૂર્યા ફિલ સૉલ્ટના હાથમાં ઝીલાઇ ગયો હતો. ટીમનો સ્કૉર 12 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને 77 રન પર પહોંચ્યો છે.

10 ઓવર બાદ 62 રન

ભારતીય ટીમની નબળી શરૂઆત જોવા મળી છે, 10 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 62 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 26 રન અને સૂર્યકુમાર યાદવ 3 રન બનાવીને ક્રિઝ પર છે.

કેપ્ટન રોહિત શર્મા આઉટ

ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કેપ્ટન રોહિત શર્મા 28 બૉલમાં 27 રનની ઇનિંગ રમીને આઉટ થયો છે, રોહિતને ક્રિસ જૉર્ડને સેમ કરનના હાથમાં ઝીલાવી દીધો છે. 9 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 57 રન પર પહોંચ્યો છે.

ટીમ ઇન્ડિયાના 50 રન પુરા

ભારતીય ટીમની ધીમી શરૂઆત બાદ 50 રન પુરા થઇ ગયા છે, ટીમે 8મી ઓવરમાં 50 રનનો સ્કૉર પાર કર્યો છે. 8 ઓવરના અંતે ભારતના 1 વિકેટના નુકશાને 51 રન થયા છે, રોહિત શર્મા 23 રન અને વિરાટ કોહલી 22 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતની ખરાબ શરૂઆત

ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઇ છે, પહેલી 5 ઓવરમાં ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 31 રન પર પહોંચ્યો છે, રોહિત શર્મા 14 રન અને વિરાટ કોહલી 11 રન બનાવીને ક્રિઝ પર છે. 

કેએલ રાહુલ આઉટ

ભારતની ખરાબ શરૂઆત થઇ છે, ઇંગ્લેન્ડ સામે કેએલ રાહુલ બીજી જ ઓવરમાં આઉટ થઇને પેવેલિયન ભેગો થયો છે. કેએલ રાહુલને ક્રિસ વૉક્સે સ્ટમ્પની પાછળ બટલરના હાથમાં ઝીલાવી દીધો, રાહુલે 5 બૉલમાં 5 રન બનાવ્યા હતા. 

ભારતીય ટીમ 

કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

ઇંગ્લેન્ડ ટીમ 

જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સૉલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટૉન, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.

ઇંગ્લેન્ડે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરશે

આજે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર ઇંગ્લિશ ટીમના કેપ્ટન જૉસ બટલરે ટૉસ જીત્યો છે, અને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે રોહિત શર્માની ભારતીય ટીમને પહેલા બેટિંગ માટેનું આમંત્રણ મળ્યુ છે. બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન મજબૂત દેખાઇ રહી છે.

કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એટલે કે, 10 નવેમ્બર, (ગુરુવાર)એ બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચ એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતમાં ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર આ સેમિ ફાઇનલ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે. 

આજની જીત માટે ટૉસ બનશે નિર્ણાયક

T20I મેચ માટે આવો રહ્યો છે એડિલેડ ઓવલ મેદાનનો ઈતિહાસઃ -
ઓસ્ટ્રેલિયાના જાણીતા એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચોના પરિણામ અને ટોસ સાથે એક જોડાણ રહ્યું છે. જે મુજબ આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તે ટીમ મેચ હારી જાય છે. અત્યાર સુધી એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં કુલ 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાંથી તમામ 11 મેચો ટોસ હારનાર ટીમ જીતી છે. જેથી કહી શકાય છે કે, આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તેની હાર થવાની પુરી શક્યતા છે. તેથી હાલ તો ભારતીય ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયા ટોસ હારી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માનો ગેમ પ્લાન

'આપણે આ ફોર્મેટ પ્રમાણે રમવું પડશે'


ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે.


રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

આજે પહેલી કે બીજી બેટિંગ કરનારી કઇ ટીમમાંથી થશે ફાયદો

પીચ રિપોર્ટ - 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પીચ રિપોર્ટની વાત કરીએ આજે ઓસ્ટ્રેલિયાની એડિલેડ ઓવલ મેદાનમાં સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. આ પીચને આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ માટે ઉપયોગ કરવામાં આવી હતી, આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 168 રનનો સ્કૉર ચેઝ કરવા માટે ખુબ નજીક પહોંચી હતી. આ પીચ શરૂઆતમાં સ્લૉ હતો, અને અનિયમિત બાઉન્સ થતા હતા, પરંતુ રાત થતાં જ બૉલ સારી રીતે બેટ પર આવવા લાગ્યા હતા. પીચનો મિજાજ આ મેચમાં પણ કંઇક આવો રહેવાનો છે, બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહી શકે છે. અહીં મેદાનની બાઉન્ડ્રી પણ નાની છે. આ મેચમાં મોટા સ્કૉરની પુરેપુરી આશંકા છે.

એડિલેડમાં કોહલીનો રેકોર્ડ છે દમદાર

એડિલેડમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટ કોહલીએ એડિલેડ ઓવલમાં કુલ 14 ઇનિંગ્સ રમી છે જેમાં તેણે 75.58ની એવરેજથી 907 રન બનાવ્યા છે. કોહલીએ આ દરમિયાન પાંચ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં જ્યારે ટીમ ઈન્ડિયા આ મેદાન પર બાંગ્લાદેશ સામે ટકરાઇ હતી ત્યારે કોહલીએ 44 બોલમાં અણનમ 64 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ રેકોર્ડ્સ જોતા વિરાટ કોહલીને એડિલેડનો કિંગ કહેવો અયોગ્ય નથી.


બાંગ્લાદેશ સામેની મેચ બાદ વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે તેને એડિલેડ ઓવલમાં રમવાનું પસંદ છે. કોહલીનું માનવું હતું કે આ મેદાન તેને ઘર જેવું લાગે છે. કોહલીએ કહ્યું હતું કે, 'મને આ મેદાન પર રમવાનું પસંદ છે. અહીં પ્રવેશતાં જ મને ઘરનો અહેસાસ થાય છે. એમસીજીમાં પાકિસ્તાન સામેની ઇનિંગ્સ મારા માટે મહત્વની છે, પરંતુ જ્યારે હું એડિલેડમાં આવું છું ત્યારે મને મારી બેટિંગનો આનંદ આવે છે.

એડિલેડનો કિંગ છે વિરાટ કોહલી

ભારત-ઇંગ્લેન્ડ, સેમિ ફાઇનલમાં આજે વરસાદ પડશે ?

એડિલેડના હવામાનની વાત કરીએ તો, એડિલેડ ઓવલમાં આજે સવારે સામાન્ય વરસાદ પડવાના આસાર દેખાઇ રહ્યાં છે, પરંતુ મેચના ઠીક પહેલા હવામાન ચોખ્ખુ રહી શકે છે. એટલે કે અહીં વરસાદ મેચમાં વિઘ્ન નહીં પહોંચાડે, બની શકે છે કે, મેચ વરસાદ વિના જ પુરી થાય. આજે એડિલેડમાં વરસાદની સંભાવના બહુજ ઓછી છે, વરસાદ થવાની 40 ટકા જ આશંકા છે, જોકે, આ વરસાદ સવારે જ પડશે. ત્યાં સ્થાનિક સમયાનુસાર આ મેચ આજે સાંજે 6:30 વાગ્યાથી શરૂ થશે. એટલે કે વરસાદ વિઘ્ન નહીં બને. અહીં હવાની ગતિ પણ સામાન્ય રહેશે. 


પરંતુ જો સાંજે વરસાદ પડે છે, અને મેચ પુરી નથી થઇ શકતી તો આઇસીસીએ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. એટલે કે મેચને આગળના દિવસમાં લઇ જવામાં આવી શકે છે. આવામાં મેચનુ પરિણામ આવવાનુ નક્કી જ છે. 

આ વર્લ્ડકપમાં બન્ને ટીમ સંતુલિત

ટી20 વર્લ્ડકપ 2022ની વાત કરીએ તો બન્ને ટીમોની સફર શાનદાર રહી છે, બન્ને ટીમોએ અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે, અને સેમિ ફાઇનલ સુધી પહોંચી છે. સુપર 12 રાઉન્ડમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકાએ હાર આપી હતી, તો ઇંગ્લેન્ડને આયરલેન્ડે ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે હરાવ્યુ હતુ. આ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. હાલમાં બન્ને ટીમો જોરદાર લયમાં છે, બન્ને ટીમોની બેટિંગ, ફિલ્ડિંગ અને બૉલિંગ સંતુલિત દેખાઇ રહી છે. 

આજે બન્ને ટીમોમાં થઇ શકે છે ફેરફાર -

ટીમ ઇન્ડિયા આજની સેમિ ફાઇનલમાં ફરી એકવાર એક ફેરફાર કરી શકે છે. આજે ઋષભ પંતની જગ્યાએ ફરી એકવાર દિનેશ કાર્તિકને મોકો મળી શકે છે, કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતને સુપર 12ની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમાડ્યો હતો. વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, માર્ક વુડ અને ડેવિડ મલાન બન્ને ફિટ નથી. બની શકે છે કે આ બન્નેના રિપ્લેસમેન્ટમાં બટલર અન્ય કોઇને રમાડી શકે છે. 

ભારતીય ટીમ - 

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ. 

ઇંગ્લેન્ડ ટીમ -

જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સાલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, લિયામ લિવિંગ્સટૉન, મોઇન અલી, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.

એડિલેડની પીચ બેટિંગ માટે યોગ્ય

એડિલેડ ઓવલની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 175થી વધુ રહ્યો છે. સ્પિનરોને પણ અહીં મદદ મળે છે અને તેઓએ તમામ T20માં ત્રણસોથી વધુ વિકેટ લીધી છે, જે ઓસ્ટ્રેલિયાના કોઈપણ મેદાન પર સૌથી વધુ છે.

એડિલેડમાં કોહલીનો રેકોર્ડ

એડિલેડ ઓવલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. કોહલીએ અહીં તમામ ફોર્મેટમાં કુલ 5 સદી ફટકારી છે. કોહલી દ્વારા કોઈપણ મેદાન પર આ સૌથી વધુ સદી છે. ભારતીય ટીમ આ મેદાન પર બે T20 મેચ રમી છે જેમાં તેણે જીત મેળવી છે. વર્ષ 2016માં ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 37 રનથી જીત મેળવી હતી. ત્યાર બાદ વર્તમાન T20 વર્લ્ડ કપમાં પણ ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું.

રોહિતનુ ફોર્મ ચિંતાનો વિષય

રોહિત પાસેથી મોટી ઇનિંગ્સની આશા


સેમીફાઇનલ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ સારુ પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્માએ પોતે પણ સારી રમત બતાવવી પડશે. રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે પાંચ મેચમાં 17.80ની એવરેજથી માત્ર 89 રન જ બનાવી શક્યો છે. હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓના ફોર્મમાં પણ સાતત્યનો અભાવ છે. ભારત માટે સારી બાબત એ છે કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ફોર્મમાં છે અને તે સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે.


ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ લયમાં પાછો ફર્યો છે. સેમીફાઈનલમાં ભારતને ફરી એકવાર પોતાના બોલરો પાસેથી સારી રમતની આશા છે.

આજે એડિલેડમાં ધમાસાન

શું કહી રહ્યાં છે બન્ને ટીમના આંકડાઓ

ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજ દરમિયાન પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે પાકિસ્તાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. જ્યારે તેને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઇગ્લેન્ડે સુપર-12 સ્ટેજમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. આ સાથે જ તેને આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની મેચ પણ ધોવાઈ ગઈ હતી.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઇગ્લેન્ડે  10 મેચ જીતી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે જેમાંથી ભારતે બેમાં જીત મેળવી છે. 2009 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ પહેલા રોહિત શર્માએ શું કહ્યું

ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે.


પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી ચૂક્યુ છે

નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા પાકિસ્તાને પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 153 રન ફટકારી મેચ જીતી લીધી હતી.

ઇંગ્લેન્ડને લાગી શકે છે મોટો ઝટકો

મહત્વપૂર્ણ મેચ પહેલા ઇંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ટીમ ઈન્ડિયા સામેની મેચમાં રમશે કે કેમ તે હજુ સુધી નક્કી નથી. માર્ક વુડ ઇજાગ્રસ્ત થયો છે. જો ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ભારત સામેની મેચમાં નહીં રમે તો ઓલરાઉન્ડર ક્રિસ જોર્ડનને તક મળી શકે છે.  ઉલ્લેખનીય છે કે, માર્ક વુડ ઈજાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. ભારત સામે આ બોલરનું રમવું શંકાસ્પદ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભારત સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ક્રિસ જોર્ડનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમિ ફાઇનલ

IND vs ENG, T20 WC Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે આ મેચ એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. બન્ને ટીમો વચ્ચે આ 23મી ટી20 મેચ હશે. આ પહેલા બન્ને ટીમો ટીમો વચ્ચે 22 ટી20 મેચો રમાઇ ચૂકી છે. જેમાં ભારત 12 અને ઇંગ્લેન્ડ 10 મેચોમાં જીત મેળવવામાં સફળ રહ્યું છે, એટલે કહી શકાય કે આજની ટક્કર જોરદાર રહેવાની છે. 

બ્રેકગ્રાઉન્ડ

Ind vs Eng T20 Score Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે જીત સાથે ફાઇનલમાં પહોચી ચૂક્યુ છે. હવે ફાઇનલમાં જવા માટે આજે નૉકઆઉટ મુકાબલો રમાશે. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.