IND vs ENG ODI Live Streaming And Telecast: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે. હવે બંને ટીમો આવતીકાલે એટલે કે 6 ફેબ્રુઆરી, ગુરુવારથી ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે એકબીજા સામે ટકરાશે. વનડે શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં પાછા ફરશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે આ છેલ્લી વનડે શ્રેણી હશે. તો આવી સ્થિતિમાં, તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવતો હશે કે તમે આ વન-ડે શ્રેણી લાઈવ કેવી રીતે જોઈ શકશો? અહીં અમે તમને જણાવીશું કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે વન-ડે સીરિઝ મફતમાં લાઈવ જોઈ શકશો.

વન-ડે શ્રેણી ક્યારે શરૂ થશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 06 ફેબ્રુઆરી, ગુરુવારથી શરૂ થશે. શ્રેણીની છેલ્લી મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ રમાશે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વન-ડે સીરિઝની મેચો બપોરે 1:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. મેચ માટે ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.

ટીવી પર લાઈવ ક્યાં જોવું?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ODI શ્રેણીનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.       

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં 'મફત' જોઇ શકશો?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વન-ડે સીરિઝનું ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર મફતમાં જોઈ શકાય છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 107 ODI મેચ રમાઈ છે. આ હેડ ટુ હેડ મેચોમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 58 મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડે 44 મેચ જીતી છે. આ ઉપરાંત, બંને વચ્ચે ત્રણ મેચ ટાઇમાં સમાપ્ત થઈ છે અને બે મેચ અનિર્ણિત રહી છે.     

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોહમ્મદ શમી પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, 5 વિકેટ લેતા જ રચશે ઈતિહાસ