પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયાની પ્રથમ દિવસની ઇનિંગ છેલ્લી ઓવરમાં હતી, ટીમનો સ્કૉર 88 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 300 રન પર હતો, આ સમયે ઋષભ પંત 33 રન અને અક્ષર પટેલ 5 રને રમતમાં હતી.
(પ્રતિકાત્મક તસવીર)
આ દરમિયાન જ્યારે પંત ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટની ઓવરનો સામનો કરી રહ્યો હતો, ત્યારે તે જાણવા માંગતો હતો કે શું આ દિવસની છેલ્લી ઓવર હશે. તે આની તપાસ કરવા થોડો સમય લઇ રહ્યો હતો, પરંતુ રૂટે પોતાની છેલ્લી મિનીટ પહેલા પોતાની ઓવર પુરી કરી દીધી, આના કારણે ફાસ્ટ બૉલ ઓલી સ્ટૉનને એક ઓવર નાંખવામાં મદદ મળી હતી.
સ્ટૉનની આ ઓવર દિવસની છેલ્લી ઓવર રહી, આ ઓવરની વચ્ચે પંત અને રૂટની વચ્ચે જોરદાર ઘર્ષણ થયુ, બાદમાં બેન સ્ટૉક્સ પણ આમાં જોડાઇ ગયો હતો. પછી પંત અને સ્ટૉક્સની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ. આ ઘટનાને લઇને લોકોએ સ્ટેડિયમમાં પંતનો હૂરિયો બોલાવવાનુ શરૂ કરી દીધુ હતી.