નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય ટીમે મહેમાન ટીમ પર દબાણ બનાવી દીધુ છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઇ ચૂકી છે. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિનને લડાયક સદી ફટકારીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર પહોંચાડી દીધુ છે. હવે ઇંગ્લેન્ડ પાસે ચેન્નાઇની પીચ પર આગામી બે દિવસ  સુધી રમવુ મોટો પડકાર છે.
ઇંગ્લેન્ડ ટીમે બીજી ઇનિંગની રમત શરૂ કરી દીધી છે, ખાસ વાત છે કે ઇંગ્લિશ ટીમ માટે 482 રનના લક્ષ્યાંકને પાર કરવો પડકાર સાબિત થઇ શકે છે.


ભારતીય બેટિંગની વાત કરીએ તો બીજી ઇનિંગમાં આર અશ્વિને શાનદાર બેટિંગ કરતા 106 રન બનાવ્યા, આ ઉપરાંત કેપ્ટન કોહલીએ પણ શાનદાર રમત બતાવી, તેને 62 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.

ઇંગ્લિશ ટીમમાંથી બૉલિંગ કરતી વખતે સૌથી વધુ વિકેટ જેક લીચ અને મોઇન અલીના નામે નોંધાઇ છે, બન્ને સ્પીનરોએ 4-4 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત એકમાત્ર વિકેટ ફાસ્ટ બૉલર ઓલી સ્ટૉને ઝડપી શક્યો છે.

(ફાઇલ તસવીર)

કેવો રહ્યો બીજો દિવસ

બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 18 ઓવર રમી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા શુભમન ગીલને જેક લીચે 14 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો. જ્યારે રોહિત શર્મા 25 રન અને ચેતેશ્વર પુજારા 7 રને હજુ ક્રિઝ પર હતા. ભારતીય બૉલરોએ બીજા દિવસની રમતમાં જબરદસ્ત પક્કડ બનાવતા ઇંગ્લિશ ટીમને માત્ર 134 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતુ, આ સાથે ભારતને 195 રનની જંગી લીડ મળી હતી. ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.

આ પહેલા બીજા દિવસની શરૂઆતમાં ટીમ  ઈન્ડિયા 329 રન બનાવી ઓલઆઉટ થયું હતુ. પંત  58 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી  હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા.

ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની ટીમ

ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન