અમદાવાદઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમને 3-1થી સજ્જડ હાર આપી હતી. હવે આ હાર પર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કૉચે ક્રિસ સિલ્વરવુડે એક મોટુ નિવેદન આપ્યુ છે. સિલ્વરવુડે પોતાની હાર માટે અશ્વિન અને અક્ષરની પ્રસંશા કરી અને કહ્યું કે આ બે ખેલાડીઓના કારણે અમે ટેસ્ટ સીરીઝમાં હાર્યા. 


સિલ્વરવુડે હાર બાદ એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સ કરીને ખુલાસો કર્યો. તેમને કહ્યું કે, અશ્વિન અને અક્ષરના કારણે ઇંગ્લેન્ડની ટીમ હારી છે. કહ્યું- ખરેખર ચાર ટેસ્ટમાં તેમના દ્વારા 59 વિકેટો ખેરવવી એ બતાવે છે કે આ મુશ્કેલ હતુ. તે બન્નેએ અમારા માટે મોટી મુશ્કેલીઓ પેદા કરી દીધી હતી. પહેલી ઇનિંગમાં રન કરવા કઠીન થઇ ગયા હતા, જેના કારણે અમે દબાણમાં આવ્યા, તેમને અમારા બેટ્સમેનોને ખુબ હેરાન પરેશાન કરી દીધા હતા. 


ખાસ વાત છે કે કેવિન પીટરસન અને માઇકલ વૉન સહિના કેટલાય પૂર્વ ક્રિકેટરોએ પીચની નિંદા કરી હતી, પરંતુ ક્રિસ સિલ્વરવુડે કહ્યું- હુ સ્વીકારુ છુ કે તેમને છેલ્લી ત્રણ ટેસ્ટમાં અમને પુરેપુરા પસ્ત કરી દીધા હતા. 


નોંધનીય છે કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં અશ્વિન અને અક્ષરે શાનદાર રીતે બૉલિંગ કરી, અને તેમને 59 વિકેટો ઝડપી હતી. અશ્વિને 32 વિકેટ અને અક્ષરે 27 વિકેટ ઝડપીની મહેમાન ટીમને વારંવાર ઘૂંટણીયે પાડી દીધી હતી. તેમના બૉલથી ઇંગ્લિશ ટીમ વધુ પરેશાન થઇ હતી.