અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સીરિઝ 12 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણીમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. પરંતુ ટી-20 અને તે બાદ શરૂ થનારી વન ડે સીરિઝ પહેલા ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મિસ્ટ્રી સ્પિનર સતત બીજી વખત ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે.


વરૂણ ચક્રવર્તી યો યો ટેટ પાસ કરી શક્યો નથી. જેના કારણે તે ટીમમાંથી બહાર થશે. આ પહેલા ચક્રવર્તીને ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.પરંતુ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ટીમમાં રાહુલ ચાહર કે રાહુલ તિવેટીયાને સામેલ કરવામાં આવી શકે છે.


આ પહેલા આજે સવારે આવેલા અહેવાલ મુજબ, ટી નટરાજન હાલ બેંગ્લુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે અને તે રિહેબિલેટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની ઈજાના પ્રકાર અને ઠીક થવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ લગાવી શકાયો નથી. એનસીએ દ્વારા આ અંગે ટીમ મેનેજમેન્ટને માહિતાગાર કરી દેવામાં આવ્યા છે. જોકે બીસીસીઆઈ તરફથી આ અગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી,


આઈપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા નટરાજને પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા અને તેને યોર્કર કિંગનું બિરૂદ આપવામાં આવ્યુ હતું. તમિલનાડુના આ ફાસ્ટ બોલરે પોતાની બોલિગથી તમામને ઘણા પ્રભાવિત કર્યા હતા. જે બાદ તેની નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયા પ્રવસામાં પસંદગી થઈ હતી. જોકે વરુણ ચક્રવર્તી બહાર થયા બાદ નટરાજનને ટી-20 ટીમમાં સામેલ કરાયો હતો.