ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સે હવે ખુલાસો કર્યો છે કે તેની ટીમના ખેલાડીઓનું અમદાવાદમાં ભારત વિરૂદ્ધ રમાયલે ટેસ્ટ દરમિયાન વજન ઘટી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. સ્ટોક્સે કહ્યું કે, અમદાવાદમાં ગરમીમાં તેનું પોતાનું વજન 5 કિલો ઘટી ગયું છે. સ્ટોક્સ અનુસાર 41 ડિગ્રી ગરમીમાં રમવાથી મેચ પૂરી થઈ ત્યાં સુધીમાં તેનું વજન ઘટી ગયું હતું. બેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, તમામ ખેલાડીઓ પૂરી રીતે ઇંગ્લેન્ડ માટે પ્રતિબ્ધ છે અને મેચમાં વધારે દબાણ હોવાને કારણે કેટલાક ખેલાડીઓ બીમાર પણ થઈ ગયા હતા અને વધારામાં 41 ડિગ્રી ગરમીએ સમસ્યા વધારી દીધી હતી. 


અમદાવાદમાં બેન સ્ટોક્સનું પ્રદર્શન


બેન સ્ટોક્સ ઇંગ્લેડના એક સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. જેણે બેટિંગ અને બોલિંગ બન્નેમાં યોગદાન આપ્યું છે. આ ઓલરાઉન્ડરે 27.3 ઓવરમાં રરન બનાવ્યા અને બોલિંગ કરી. તેણે લગભગ હાફ સેન્ચુરી ફટકારી અને ચાર વિકેટ પણ લીધી અને મેચના અંત સુધી ટકી રહ્યા. જ્યારે બેન સ્ટોક્સે પોતાના સાથીઓને લોકોની ટીકા પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી અને કહ્યું કે, તેમણે પોતાના કેપ્ટન અને કોચની સલાહ પર ધ્યાન આપવું જોઈએ. 


બેનસ સહિત ક્યા ખેલાડીઓનું ઘટ્યું વજન


જ્યાં કાળઝાળ ગરમીને કારણે એક જ સપ્તાહમાં બેન સ્ટોક્સનું વજન 5 કિલો ઘટી ગયું ત્યારે ડોમ સેબલિનું 4 કિલો તો જિમી એન્ડરસનનું વજન 3 કિલોગ્રામ ઘટી ગયું છે. જેક લીચને પણ બીમારીનો સામનો કરવો પડ્યો. બેન અનુસાર વજન ઘટવા અથવા બીમાર થવું એ કોઈ બહાનું ન હતું પરંતુ દરેક ખેલાડી રમવા માટે તાયાર હતો, પરંતુ ખરાબ તાપમાનને કારણે તેને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.