વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝની આજે પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિસર્વ મેદાન પર રમાઇ રહી છે. ભારતીયી ટીમ ટૉસ હરીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઇ જતાં મેચ રોકવી પડી હતી, જોકે, મેદાન ના સુકાતા અને આઉટફિલ્ડ ભીની હોવાથી પ્રથમ દિવસની રમત પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 122 રન સુધી પહોંચી હતી, આ દરમિયાન ઉપકેપ્ટન અજિંક્યે રહાણે 38 અને ઋષભ પંત 10 રન બનાવીને રમતમાં હતા.

આ પહેલા ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.


ભારતીય બેટ્સમેન શુભમન ગીલ અને ફાસ્ટ બૉલર નવદીપ સૈની આ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ નથી કરી શક્યા. આ ઉપરાંત રિદ્ધીમાન સાહા અને રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં નથી આવ્યા, ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલી જેમીસને ડેબ્યૂ કર્યુ છે.



ટીમ ઇન્ડિયાની શરૂઆત એકદમ ખરાબ રહી 16 રનના સ્કૉર પર પૃથ્વી શૉ આઉટ થઇ ગયો હતો, બાદમાં ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી પણ વધારે સમય ક્રિઝ પર ન હતા ટકી શક્યા.

ભારત તરફથી પૃથ્વી શૉ 16 રન, ચેતેશ્વર પુજારા 11 રન, વિરાટ કોહલી 2 રન, મયંક અગ્રવાલ 34 રન અને હનુમા વિહારી માત્ર 7 રન જ બનાવી શક્યા હતા.

બન્ને દેશોની ટીમો.....
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન.

ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટૉસ બ્લંડેલ, ટ્રેન્ટ બૉલ્ટ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, કાઇલી જેમીસન, ટૉમ લાથમ, હેનરી નિકોલસ, એઝાઝ પટેલ, ટિમ સાઉથી, રૉસ ટેલર, બીજે વૉટલિંગ.