ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ હારની નજીક આવી પહોંચી છે. બે મેચોની સીરીઝમાં ન્યૂઝીલેન્ડ ક્લિનસ્વિપ કરી શકે છે. બે મેચોનની ટેસ્ટ સીરીઝમાં બીજી ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે 124 રનો પર ભારતીય ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. હવે ન્યૂઝીલેન્ડને આ મેચ સીરીઝ જીતવા માટે 132 રનોની જરૂર છે.
લંચ બાદ બેટિંગમાં આવેલી કિવી ટીમે વિના વિકેટે 102 રન બનાવી લીધા છે, હાલ ટૉમ લાથમ 52 રન અને ટૉમ બ્લંડેલ 43 રન બનાવીને ક્રિઝ પર છે.
બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 242 રન બનાવ્યા હતા, બાદમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 235 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં કિવી ટીમ પર સાત રનની લીડ મેળવી હતી.
બાદમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા ફરી એકવાર કંગાળ પ્રદર્શન સાથે માત્ર 124 રન જ બનાવી શકી હતી. 124 રન સાથે બીજી ઇનિંગમાં ઓલઆઉટ થયા બાદ કિવી ટીમને જીત માટે માત્ર 132 રનોનો જ ટાર્ગેટ મળ્યો હતો.
Ind vs NZ, 2nd Test: હારની નજીક ભારતીય ટીમ, ન્યૂઝીલેન્ડ કરી શકે છે ક્લિનસ્વીપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2020 07:36 AM (IST)
પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ પર બીજી ટેસ્ટમાં સારા પ્રદર્શનનુ દબાણ હતુ, પરંતુ ફરી એકવાર બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા નિષ્ફળ રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -