Hardik Pandya To Lead in T20I: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે ન્યૂઝિલેન્ડ સામેની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. આ સાથે યુવા ફાસ્ટ ઉમરાન મલિકને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સાથે રિષભ પંતને વાઈસ કેપ્ટન અને વિકેટ કિપીંગની જવાદારી આપવામાં આવી છે. 


ન્યૂઝિલેન્ડ સામેની ટી20 સિરીઝમાં હાલના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. 


ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.






બીસીસીઆઈ દ્વારા ન્યૂઝિલેન્ડના પ્રવાસ દરમિયાન રમાનારી વનડે સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, વન ડે સિરીઝ માટે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે.


ન્યૂઝીલેન્ડ ODI માટે ટીમ:


શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (WK), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.


ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ


ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે. 


બાંગ્લાદેશ ODI માટે ટીમ:


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, યશ દયાલ