IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે આવતીકાલથી ભારતની ટી-20 શ્રેણી શરૂ થશે. સીરિઝની શરૂઆત પહેલા ભારતની ટી20ના નવા કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે મીડિયા સાથે વાત કરી હતી.  રાહુલ દ્રવિડે કહ્યું, ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં વ્યસ્ત હતી એટલે ઓછી વાત ચીત થઈ છે. હું તેને પરેશાન કરવા નહોતો માંગતો. ઓલરાઉન્ડરના સવાર પર રોહિત શર્માએ કહ્યું, અમે માત્ર ટીમમાં એક કે બે ખેલાડીઓ પર ફોક્સ નથી કરી રહ્યા. અમને સફળ ટીમ બનવામાં જે મદદ કરશે તેના પર અમે ધ્યાન આપીશું.


રોહિતે શું કહ્યુ


રોહિત શર્માએ કહ્યું, અમે ખેલાડીઓને નીડર બનીને રમવાનું કહીશું. ટી20 ફોર્મેટમાં આ ખૂબ જરૂરી છે. તેઓ મેદાન પર જાય અને નીડર થઈને રમે તે મહત્વનું છે. જો તેઓ સફળ સાબિત થાય તો કોઈ પરેશાની નથી થતી. તેમાં મારો અને કોચનો રોલ મહત્વપૂર્ણ હોય છે. કિવી કેપ્ટન વિલિયમસન ટી20 સીરિઝ નહીં રમવા પર રોહિતે કહ્યું ન્યૂઝીલેન્ડની ટીમને તેમની જરૂરિયાત જણાશે.


કોચ રાહુલ દ્રવિડે શું કહ્યું


ટીમ ઈન્ડિયાના વિઝન પર કોચ રાહુલ દ્રવિડે કહ્યું, અમારી કોઈ પ્રાથમિકતા નથી. અમારા માટે ત્રણેય ફોર્મેટ મહત્વપૂર્ણ છે. આગળ અનેક આઈસીસી ટુર્નામેન્ટ છે તે અમારે ધ્યાનમાં રાખવું પડશે. અમારે તેને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી પડશે.


ખેલાડીઓના વર્કલોડને લઈ દ્રવિડે કહી આ વાત


ખેલાડીઓના વર્કલોડને લઈ દ્રવિડે કહ્યું, વર્કફ્લો મેનેજમેન્ટનો જરૂરી હિસ્સો છે. અમારે વર્કલોડ મેનેજ કરવો પડશે. ફૂટબોલ ખેલાડીઓને પણ વર્કલોડ મેનેજમેન્ટની જરૂર પડે છે. અમારે ટીમને બેલેન્સ કરીને ચાલવું પડશે. ઉપરાંત મોટી ટુર્નામેન્ટને પણ ધ્યાનમાં રાખવી પડશે.


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 5 કરોડની ઘડિયાળને લઈ શું કર્યો મોટો ખુલાસો ? જાણો વિગત