નવી દિલ્હીઃ તાજેતરમાં જ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 ખતમ થયો છે, ઓસ્ટ્રેલિયા ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બનીને ઉભર્યુ છે. હવે ઓસ્ટ્રેલિયાને આગામી મહત્વની સીરીઝ એશીઝ ઇંગ્લેન્ડ સામે રમવાની છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેને ગણાતા જૉસ બટલરે ઋષભ પંતની બેટિંગના વખાણ કર્યા છે, 


બટલરે કહ્યું કે, હું પણ ઋષભ પંતની જેમ ઓસ્ટ્રેલિયામાં જઇને ધમાલ મચાવી દઇશ. જૉસ બટલરે (Jos Buttler) આ નિવેદન આગામી એશીઝ સીરીઝને (Ashes serie) લઇને આપ્યુ છે. તેને કહ્યું કે જે રીતનુ પરફોર્મન્સ ભારતીય વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે કર્યુ હતુ, તેવુ જ પરફોર્મન્સ હું કરવા માંગુ છે. ઋષભ પંતની ઇનિંગ ખરેખરમાં જાદુઇ હતી, અને તેના કારણે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ધરતી પર જીતી શકી હતી, હું ઋષભ પંતની ઇનિંગથી પ્રેરણા લેવા ઇચ્છુ છું. 


ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના વિકેટકીપર ઋષભ પંતે ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે મહત્વની ભૂમિકા નિભાવી હતી, અને કેટલીક ધૂંઆધાર ઇનિંગ રમી હતી, જેનાથી ટીમને મોટો ફાયદો થયો હતો, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવીને સીરીઝ પર કબજો જમાવ્યો હતો.  


ઋષભ પંતની ઇનિંગના વખાણ કરતા જૉસ બટલરે કહ્યું કે, ઋષભ કોઇપણ શૉટ ફટકરતા નથી ડરતો, તે નીડર થઇને રમે છે. આવુ જ કામ મે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં કર્યુ, મે પણ ઘણા નીડર શૉટ ફટકાર્યા હતા. ઋષભ પંત ખરેખરમાં પોતાની નેચરલ ઇનિંગ રમે છે, અને તેના કારણે તે વિરોધી ટીમને હંફાવવામાં સફળ રહે છે. 


આઇસીસી ટી20 વર્લ્ડકપમાં જૉસ બટલરે મચાવી દીધી હતી ધમાલ- 
આઇસીસી ટી20 વર્લ્ડકપમાં જૉસ બટલરે શાનદાર બેટિંગ કરતા ટૂર્નામેન્ટનો બીજો નંબરનો સૌથી સક્સેસ બેટ્સમેન બન્યો હતો. જૉસ બટલરે (વિકેટકીપર, ઇંગ્લેન્ડ) વર્લ્ડકપ 2021માં 89.66 એવરેજથી કુલ 269 રન બનાવ્યા હતા અને 5 આઉટ પણ કર્યા હતા.