નવી દિલ્હીઃ લોકેશ રાહુલ અને મેન ઓફ ધ મેચ શ્રેયસ ઐય્યરની શાનદાર ઇનિંગના દમ પર ભારતે શુક્રવારે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટી-20 મેચમા છ વિકેટે જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા રોસ ટેલરે અણનમ 54 અને કોલિન મુનરોએ 59, કેન વિલિયમ્સને 51 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 203 રન ફટકાર્યા હતા.
આ લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. રાહુલે 27 બોલની ઇનિંગમા ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન ફટકાર્યા હતા. તેણે કોહલી સાથે બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ ઐય્યરે 29 બોલમાં 58 રનની ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી.
મેચ બાદ ઐય્યરે કહ્યું કે, તમારા તમામની શુભકામનાઓ માટે ધન્યવાદ. હું આ જીત ઘણા લાંબા સમય સુધી યાદ રાખીશ.