નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલે બીજી અને અંતિમ ટેસ્ટ મેચની શરૂઆત થશે. ટીમ ઇન્ડિયા સીરિઝમાં 0-1થી પાછળ છે. પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ મેચ જીતી સીરિઝ બરોબરી કરવાનો પ્રયાસ કરશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે ચાર વાગ્યે શરૂ થશે.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં છેલ્લી ત્રણ મેચ હાર્યા બાદ ભારતને બેટિંગ રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આ પ્રકારના ઝટકા મળવા સારા છે કારણ કે તેનાથી તમારુ મગજ ખુલ્લી જાય છે. ભારતની જાણીતા બેટિંગ ઓર્ડરને કઠીન પરીક્ષામાંથી પસાર થવું પડશે.
કોહલી, પૂજારા અને રહાણે ઓવલની ગ્રીન ટોપ પર ન્યૂઝિલેન્ડના બોલરોનો સામનો કરશે. ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરી શકે છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના સ્થાન પર રવિન્દ્ર જાડેજાને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી શકે છે. જાડેજા બેટિંગ પણ સારી કરી શકે છે.