Ram Siya Ram Song Playing In India vs Pakistan Match: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમની ઇનિંગ્સને 48.5 ઓવરમાં 266 રનના સ્કોર પર સમેટી લીધી હતી. વરસાદના કારણે આ મેદ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો છે. ભારતીય ઈનિંગ દરમિયાન સ્ટેડિયમમાં આવું દ્રશ્ય જોવા મળ્યું હતું જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું.
જ્યારે ભારતીય ટીમે 66ના સ્કોર પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ મહત્વની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો. આ દરમિયાન, જ્યારે બંને ખેલાડીઓ બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં આદિપુરુષ ફિલ્મનું ગીત રામ સિયા રામ સંભળાતું હતું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ વરસાદના કારણે રદ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. જે બાદ બન્ને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.