IND vs PAK, Asia Cup Super 4: એશિયા કપમાં સુપર ફોરમાં બીજી મેચ આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંન્ને ટીમો આ મેચ જીતીને આ તબક્કામાં શાનદાર શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા પાકિસ્તાનની ટીમને સુપર સિક્સ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન આજની મેચમાં અગાઉની હારનો બદલો લેવા માંગશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે આજની મેચમાં પ્રવેશ કરી શકે છે.




ક્યાં રમાશે મેચ


રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ પણ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી. સાંજે 7 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરશે.




લાઈવ મેચ ક્યાં જોઈ શકો છો?


આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.




ભારતનો પક્ષ મજબૂત


આ શાનદાર મેચમાં ભારતનો પક્ષ થોડો મજબૂત દેખાઈ રહ્યો છે. આના ઘણા કારણો છે. પહેલી વાત એ છે કે ભારતે અહીં છેલ્લી મેચ જીતી છે. પછી બીજું, ભારત હેડ ટુ હેડ રેકોર્ડમાં પણ આગળ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 8 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને બે મેચ જીતી છે. 




ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.