નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આજે વર્લ્ડકપનો સૌથી મોટો મુકાબલો રમાવવાનો છે, આજની હાઇપ્રેશર સેમિફાઇનલ મેચમાં કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન આમને-સામને થવાની છે. હાલ બન્ને ટીમો ફૂલ ફોર્મમાં ચાલી રહી છે જેથી બન્ને વચ્ચે કાંટે કી ટક્કર થાય તો નવાઇ નહીં.


ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની પ્રથમ સેમિફાઇનલ મેચ સેનવેસ પાર્ક, પૉચેફ્સ્ટ્રૂમના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે.

ખાસ વાત છે કે, ભારત અત્યાર સુધી ચાર વખત અંડર-19 વર્લ્ડકપ જીતી ચૂક્યુ છે, આજની મેચ જીતને ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશ કરવાની ભારતની પુરેપુરી કોશિશ રહેશે.



અંડર-19 વર્લ્ડકપમાં બન્ને દેશોની ટીમો.....
ભારતીય અંડર-19 ટીમઃ- પ્રિયમ ગર્ગ (કેપ્ટન), આકાશ સિંહ, અથર્વ અંકોલેકર, શુભાંગ હેગડે, યશસ્વી જાયસ્વાલ, ધ્રૂવ જૂરેલ, કાર્તિક ત્યાગી, કુમાર કુશાગ્ર, સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટિલ, રવિ બિશ્નોઇ, શાશ્વત રાવત, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, સિદ્ધેશ વીર.



પાકિસ્તાની અંડર-19 ટીમઃ- રોહેલ નજીર (કેપ્ટન), આમિર અલી, અબ્બાસ આફ્રિદી, અબ્દુલ બંગલજઇ, આરિશ અલી ખાન, મોહમ્મદ હેરિસ, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ વસીમ, મોહમ્મદ શહજાદ, કાસિમ અકરમ, તાહિર હુસેન.


અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 વખત મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી 5 વખત પાકિસ્તાન અને 4 વખત ભારતે મેચ જીતી છે. અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988થી લઈને 2018 (1988, 1998, 2002, 2004, 2006, 2010, 2012, 2014 અને 2018) સુધી કુલ 9 મેચ રમાઈ છે.