નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ટીમમાં છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં તેણે અંતિમ શાનદાર બોલિંગ કરીને મેચ ટાઈ કરાવી હતી અને સુપરઓવરમાં ભારત વિજેતા બન્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન શમીના ઘરે ખુશખબર આવી છે.

શું લખ્યું શમીએ

શમીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી નાની બાળકીનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘મારા પરિવારમાં એક બાળકીનો જન્મ. પ્યારી રાજકુમારી તને જન્મ મુબારક. તુ લાડ અને પ્યારમાં ઉછરે. વિશ્વમાં તારું સ્વાગત છે. ભાઈના પરિવારને મુબારક.’


શમીને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. થોડા દિવસો પહલા પુત્રીની સાડી પહેરેલી તસવીર શેર કરી હતી. તેણે ફોટો શેર કરીને લખ્યું હતું કે, ખૂબ પ્યારી લાગી રહી છે દીકરી. ભગવાન તારું ભલું કરે, જલ્દી મળીશું.

શમીનો પત્ની સાથે ચાલી રહ્યો છે વિવાદ

શમીની પત્ની હસીન જહાંએ તેની સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. 2018માં હસીન જહાંએ શમી પર મારપીટ, રેપ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ગત વર્ષે કોલકાતા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ તેના પર આઈપીસીની સાત કલમો અંતર્ગત મામલો દાખલ કર્યો હતો.

પાકિસ્તાનનો આ ક્રિકેટર ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ, ગુસ્સામાં ઉતારી નાંખ્યા કપડાને........

શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આ સંયોગ નથી, પ્રયોગ છે

અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત

અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી