India vs Pakistan in Asia Cup 2023: એશિયા કપ 2023 સીઝન આજે (30 ઓગસ્ટ)થી શરૂ થશે. મુલતાનમાં ગ્રુપ-એની ટીમ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ બંને સિવાય આ ગ્રુપમાં ત્રીજી ટીમ ભારત છે. આવી સ્થિતિમાં ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે.ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. આ મેચ શ્રીલંકાના કેન્ડી શહેરમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ
આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાઈ શકે છે. એટલે કે ક્રિકેટના ચાહકોને સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ જોવા મળી શકે છે.
આ રીતે સમજો કેવી રીતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે ત્રણ મેચ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને સિવાય આ ગ્રુપમાં નેપાળની ટીમ પણ છે. આવી સ્થિતિમાં ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચ રમાશે. આ ઉપરાંત સુપર-4માં ભારત-પાકિસ્તાનનું ક્વોલિફાઈંગ પણ લગભગ નિશ્ચિત છે. સુપર-4 મેચ રાઉન્ડ રોબિન હેઠળ રમાશે. આવી સ્થિતિમાં અહીં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે.
જો ભારત-પાકિસ્તાનની બંને ટીમો ફાઈનલમાં પહોંચે છે તો ટાઈટલ મેચમાં ત્રીજી ટક્કર થઈ શકે છે. આ રીતે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઇ શકે છે.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ પહેલા બેટિંગ ક્રમમાં કેટલીક જગ્યાએ ખેલાડીઓનું પ્રદર્શન જોવા ઈચ્છે છે. જો ભારતીય ટીમ એશિયા કપની ટ્રોફી જીતે છે તો તે ખેલાડીઓના મનોબળ માટે ફાયદાકારક રહેશે.
ભારતીય કોચ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. દ્રવિડે જણાવ્યું કે કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે X (Twitter) પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.
બીસીસીઆઈએ કેએલ રાહુલને લઈને X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં રાહુલ દ્રવિડનું નિવેદન શેર કરવામાં આવ્યું છે. દ્રવિડે કેએલ રાહુલ વિશે કહ્યું, “કેએલ રાહુલની પ્રગતિ ઘણી સારી છે. પરંતુ તે પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. રાહુલ એશિયા કપ 2023માં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચનો ભાગ નહીં હોય