India vs Pakistan Match: ગઇકાલે ભારતીય ટીમ ફરી એકવાર ભારતીય ક્રિકેટ ફેન્સને ખુશ કરી દીધા છે, કેમ કે ભારતીય ટીમે કટ્ટર હરિફ પાકિસ્તાનને વર્લ્ડકપ ઇતિહાસમાં સતત આઠમી હાર આપી છે. વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની 12મી મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાનની ટીમ સાથે ટકરાતી જોવા મળી હતી. આ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શરૂઆતથી જ ભારતનો દબદબો રહ્યો હતો. અંતે ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમને તેની ઐતિહાસિક જીતનો સિલસિલો જાળવી રાખવા માટે અભિનંદન અને શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે.


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પૉસ્ટ કરીને ભારતીય ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ ખાસ અવસર પર પણ રાજકારણ શરૂ થતું જોવા મળી રહ્યું છે. ખરેખરમાં, સમાજવાદી પાર્ટીના ચીફ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપતા X પર પૉસ્ટ કરી છે અને કંઈક એવું લખ્યું છે જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.


ભારતીય ટીમની જીત પર અખિલેશ યાદવ - 
વાસ્તવમાં 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. NDAને હરાવવા માટે દેશભરના તમામ મુખ્ય વિપક્ષી દળોએ ગઠબંધન કર્યું છે. જેને ભારત નામ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમને તેની જીત પર અભિનંદન આપતી વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવ તેનો ફાયદો ઉઠાવવામાં પાછળ ના રહ્યા. તેણે X પર પૉસ્ટ કર્યું અને લખ્યું, 'ભારતની આ જીતનો સિલસિલો આમ જ ચાલુ રહે... અભિનંદન અને શુભેચ્છાઓ!'






સીએમ યોગીએ પણ આપી શુભેચ્છા 
સપા પ્રમુખ અખિલેશ યાદવ આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે. હવે તેની આ પૉસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. એક યૂઝરે કૉમેન્ટ કરીને લખ્યું, 'ભારતની જીત શરૂ થઈ છે અને ચાલુ રહેશે. 2024માં પણ ભારત જીતશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે X પર પૉસ્ટ કરીને લખ્યું, 'અભિનંદન! સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. ભારત માતા કી જય #INDvsPAK #ICCCricketWorldCup23.






ભારતીય ટીમની વર્લ્ડકપમાં જીતીની હેટ્રિક 
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ભારતીય બૉલરોનો શિકાર થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ક્રિકેટ ટીમે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને વર્લ્ડકપમાં જીતની હેટ્રિક પૂરી કરી છે.