India vs Pakistan Women's T20 World Cup 2023: મહિલા ટી20 વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે યાસ્તિકા ભાટિયા અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. શેફાલીએ 25 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. યાસ્તિકાએ 2 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા. તો બીજી તરફ જેમિમા રોડ્રિગ્ઝે 39 બોલમાં 53 રન બનાવ્યા હતા અને રિષા ઘોષે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. કેપ્ટન બિસ્માહ મારુફે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 55 બોલનો સામનો કરીને અણનમ 68 રન બનાવ્યા હતા. બિસ્માની આ ઇનિંગમાં 7 ચોગ્ગા સામેલ હતા. આયેશા નસીમે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલનો સામનો કરીને અણનમ 43 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર મુનીબા અલી 12 રન બનાવીને આઉટ થઈ હતી જ્યારે જાવેરિયા ખાને 8 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 30 રન આપીને એક વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ લીધી હતી.
જાવેરિયા ખાન, મુનીબા અલી, બિસ્માહ મરૂફ, નિદા ડાર, સિદ્રા અમીન, આલિયા રિયાઝ, આયેશા નસીમ, ફાતિમા સના, એમન અનવર, નશરા સંધુ, સાદિયા ઇકબાલ
ભારતીય મહિલા ટીમ: શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ